મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું


SHARE





વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું

મોરબીના બાપાસ રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં ગટર ઉભરાવા સહિતની સમસ્યાઓ હતી અને તે સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવતો ન હતો જેથી બાયપાસ રોડ ઉપર મહિલાઓ સહિતના લોકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી વાહનોના થપ્પા લાગી ગયા હતા અને ત્યારબાદ મનપાના અધિકારી સ્થળ ઉપર આવીને કામગીરી તાત્કાલિક કરાવવા માટેની ખાતરી આપી હતી જેથી મામલો થાળે પડ્યો હતો અને હાઇવે રોડ ઉપર ટ્રાફિક કાર્યરત થયો હતો

મોરબીમાં જાણે કે પ્રાથમિક સુવિધા માટે થઈને રોડ ચક્કાજામ કરવાનો ટ્રેન્ડ થઈ ગયો હોય તેમ કોઈપણ વિસ્તારની અંદર લોકોને રોડ રસ્તા, લાઈટ, પાણી જેવી કોઈપણ પ્રાથમિક સુવિધાની તકલીફ હોય તો તે લોકો ચક્કાજામ કરી ત્યારબાદ મનપાની મ દોતી થાય અને લોકોના પ્રશ્નો ઉકેલાય તેવું ભૂતકાળમાં બન્યું છે જેથી વધુ એક વખત આવો જ ઘાટ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ડિવાઇન સોસાયટી પાસે જોવા મળ્યો હતો.

ડિવાઇન પાર્ક સોસાયટી સહિત ત્રણ સોસાયટીમાં ભૂગર ગટરનું પાણી ઉભરાવાની સમસ્યામ ગટરના ઢાંકણા ન હોય તેવી સમસ્યા છે જેની રજૂઆતો કરવામાં આવે છે તો પણ તેને ધ્યાને લેવામાં આવતી નથી અને ખુલ્લી ગટર સોસાયટીમાં રહેતા બાળકો મહિલાઓ વગેરે લોકો માટે જોખમી બને તેવી શક્યતા છે જેથી મહિલાઓ, બાળકો સહિતના લોકો દ્વારા આજે મોડી સાંજના સમયે મોરબીના બાયપાસ રોડ ઉપર ડિવાઇન પાર્ક સોસાયટી સામે હાઇવે રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી કરીને થોડી જ વારમાં વાહનોના ત્યાં થપ્પા લાગી ગયા હતા.

ત્યારબાદ મનપાના ડેપ્યુટી ઇજનેર પ્રશાંતભાઈ ત્યાં દોડી આવ્યા હતા અને લોકોને સમજાવ્યું હતું કે, તેઓની સમસ્યાઓ ઉકેલવા માટેની કામગીરી ચાલુ જ છે અને વહેલી તકે તેઓની  સમસ્યા ઉકેલાઈ જશે જેથી કરીને લોકોએ રસ્તા ઉપરથી ચક્કાજામ હટાવ્યો હતો અને રોડ ઉપરનો ટ્રાફિક કાર્યરત થયો હતો વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. અને તેઓની ભૂગર્ભ ગટર ઉભરાવા સહિતની સમસ્યાઓ ઉકેલાઈ માટે મનપાની ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.




Latest News