મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનાર વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી


SHARE













મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનાર વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી

મોરબીના રવાપર ગામે આવેલ બોની પાર્કમાં રહેતા વૃદ્ધનું વાવડી રોડે આવેલ ગાયત્રી નગરમાં મકાન આવેલું છે જે મકાન તેઓએ અનુજાતિના વ્યક્તિને ભાડે આપ્યું હતું જે બાબતનો ખા રાખીને બે શખ્સો દ્વારા તે મકાન ખાલી કરાવવા માટે ફોન ઉપર જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીક આવેલ રવાપર ગામે બોની પાર્કમાં નંદની એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા અમૃતભાઈ દેવજીભાઈ આદ્રોજા (60એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડેનીસ પ્રજાપતિ રહે.ગાયત્રીનગર મોરબી તથા મહેશભાઈ ડાંગર કે સંજયભાઈ ડાંગર નામના માણસની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યું છે કે, મોરબીના વાવડી રોડે ગાયત્રીનગરમાં ફરિયાદીનું મકાન આવેલું છે જે મકાન તેને ભાડા કરાર કરીને અનુજાતિના વ્યક્તિને ભાડે આપેલું છે જેથી તે બાબતનો ખારાખીને મકાન ખાલી કરાવવા માટે થઈને ડેનિશભાઈ પ્રજાપતિએ પોતાના ફોનમાંથી ફરિયાદીને ફોન કર્યો હતો અને ત્યારબાદ સંજયભાઈ ડાંગર દ્વારા ફોન ઉપર ફરિયાદી સાથે વાત કરવામાં આવી હતી અને ત્યારે મકાન ખાલી કરવા માટે થઈને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને બીજા દિવસે સવારના 10:00 વાગ્યા સુધીમાં મકાન ખાલી કરાવવા માટેની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાહન અકસ્માત

મોરબીના વાંકાનેર હાઈવે જાંબુડીયા ગામ નજીક આવેલ હુંડાઈના શોરૂમ પાસે વાહન અકસ્માતનો બનાવ હતો જેમાં બે બાઈક સામસામા અથડાયા હતા.જેથી પ્રવીણગર પ્રેમગર મેઘનાથી રહે.નવલખી ચોકડી મોરબીને ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા.જ્યારે સામેના પક્ષેથી રાહુલ રણજીતભાઈ સોલંકી (૩૧) અને રાજવીર વિપુલભાઈ મકવાણા (૩૧) ને પણ ઇજાઓ થઈ હોય તેમને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ગુંગણ ગામે રહેતા પરિવારની સ્વાતિ મહેશભાઈ સુરેલા નામની છ વર્ષની બાળકી બાઇક પાછળ બેસીને જતી હતી ત્યારે ગામમાં બાઈકમાંથી પડી ગઈ હોય ઈજા થતા અહીંની ઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News