મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ


SHARE































મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ

મોરબીમાં મહેન્દ્રપરા શેરી નં-1 માં રહેતી પરણીતાએ તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, કરિયાવર અને ઘરકામ બાબતે તેની સાથે બોલાચાલી કરીને મારકૂટ કરીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રપરા શેરી નં-1 માં માવતરના ઘરે રહેતા ઉર્વશીબેન સુનિલભાઈ સેવકાની (30) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સુનિલભાઈ રાજકુમાર સેવકાની, સસરા રાજકુમાર ઈશ્વરદાસ સેવકાની, જેઠ દિલીપ રાજકુમાર સેવકાની અને જેઠાણી હીર દિલીપભાઈ સેવકાની રહે. બધા રાજસ્થાન વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને તેને પતિ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા અવારનવાર ઘરકામ અને કરિયાવર બાબતે હેરાન કરીને મારકૂટ કરવામાં આવતી હતી અને મેણા ટોણા મારીને શારીરિક માનસિક દુઃખત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી આરીફભાઈ મુસ્તાકભાઈ બ્લોચ (45) રહે. મકરાણી વાસ સબજેલ પાછળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 450 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે












Latest News