મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત


SHARE































મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર ગાળા ગામના પાટીયા પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને આરોપી તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી છૂટ્યો હોય હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જોડિયા તાલુકાના બાલંભા ગામના રહેવાસી વિરજીભાઈ નરસીભાઈ રાઠોડ (45)એ હાલમાં ટ્રક નંબર જીજે 12 બીએફ 7399 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે રિઓ સીરામીક કારખાના સામેથી ફરિયાદીના ભાઈ રમેશભાઈ નરસીભાઈ રાઠોડ (રહે, લક્ષ્મીનગર મોરબી) પોતાનું બાઈક નંબર જીજે 36 એએ 6133 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેના બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રમેશભાઈને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી રમેશભાઈનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનના વેજલપર ગામે રહેતા ફાઇબાના ઘરે માંડવો હતો જેથી કરીને એક બાઈકમાં રમેશભાઈ અને બીજા બાઈકમાં લાલજીભાઇ અને ભૂપતભાઇ વેજલપર ગામ જવા માટે નીકળ્યા હતા અને રસ્તામાં ગાળા ગામના પાટિયા પાસે ટ્રક ચાલેક રમેશભાઈના બાઇકને હડફેટે લેતા આ જીવલેણ અકસ્માતનો બનાવ બનેલ છે.












Latest News