માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ 


SHARE













મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ 

અમદાવાદથી આજે જડતી સ્કવોર્ડના જેલર સહિતની ટિમ મોરબી સબ જેલ ખાતે આવી પહોચી હતી અને મોરબી સબ જેલની જડતી લેવામાં આવી હતી ત્યારે બેરેક નં. 3 અને 4 ની વચ્ચે જનરલ સંડાસ બાથરૂમમાં બેરેક નં. 4 બાજુથી 6 નંબરના બાથરૂમમાં પાણી જવાના બકોરામાં કાળા કલરનું ઝભલુ મળી આવ્યું હતું અને તેમાં વીંટાળીને વસ્તુ રાખવામા આવી હતી જેને ચેક કરવામાં આવતા તેમાંથી બે કિપેડ વાળા સીમકાર્ડ વગરના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે બાબતે જુદીજુદી બે બેરેકના કુલ મળીને 64 જેટલા કાચા કામના કેદીઓને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે કોઈએ મોબાઈલ ફોનની કબૂલાત આપી ન હતી જેથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોઈ અજાણ્યા કેદી અને તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી જેલમાંથી અગાઉ ફોન ઉપર વાત કરતા હોય તેવા વિડિયો અને ઇન્સ્ટગ્રામમાં કેદીના વિડીયો વાયરલ થયા હોય તેવી ઘટનાઓ સામે આવી હતી અને ત્યારબાદ જે તે સમયે જેલની જડતી લેવામાં આવી હતી. ત્યાર પછીથી લઈને આજ દિવસ સુધી ઘણી વખત મોરબીના સ્થાનિક અધિકારી દ્વારા કર્મચારીઓને સાથે રાખીને મોરબી સબજેલની અંદર જડતી લેવામાં આવી હશે જો કે, તેમાં ક્યારેય પણ કોઈ પ્રતિબંધિત વસ્તુ ઝડપાઈ હોય તેવું સામે આવ્યું ન હતું પરંતુ અમદાવાદથી શુક્રવારે સવારે જડતી સ્કવોર્ડના જેલર દેવશીભાઈ રમણભાઈ કરંગીયા અને તેઓની સાથે અરજણસિંહ ઉદેસિંહ રાઠોડ, ભાવેશભાઈ રમણભાઈ પટેલ, વિક્રમસિંહ રમણજી ઠાકોર, મુકેશભાઈ ભાનાભાઈ ચૌધરી, મહેશભાઈ છબીલભાઈ જાંબુકિયા, દર્શનભાઈ લક્ષ્મણભાઈ જોગરાણા અને અતુલભાઇ ગુણવંતભાઈ ભેડા સરકારી ગાડી લઈને જેલમાં જડતી માટે થઈને આવ્યા હતા

મોરબી સબ જેલ ખાતે સવારે 11:00થી લઈને 1:00 વાગ્યા સુધી જેલની જડતી લેવામાં આવી હતી ત્યારે જેલના સર્કલ નંબર 202 પાસે બેરેક નં. 3 અને 4 ની વચ્ચે આવેલ જનરલ સંડાસ બાથરૂમમાં બેરેક નં. 4 બાજુથી 6 નંબરના બાથરૂમમાં પાણી જવાના બકોરામાં કાળા કલરના ઝભલામાં વીંટાળીને વસ્તુ રાખવામા આવી હતી જેને બહાર કાઢીને સુબેદાર વિક્રમસિંહ ઠાકોર દ્વારા જડતી સ્કવોર્ડની હાજરીમાં ખોલવામાં આવતા તેમાંથી બે કિપેડ વાળા સીમકાર્ડ વગરના મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેથી કરીને બેરેક નં. 404 ના 34 અને બેરેક નં. 303 ના 30 આમ કુલ મળીને 64 કાચા કામના આરોપીઓને મોબાઈલ ફોન કોના છે તે બાબતે પૂછપરછ કરી હતી ત્યારે કોઈએ મોબાઈલ ફોન બાબતે કબુલાત આપી ન હતી અને ત્યારબાદ અન્ય બેરેક અને યાર્ડમાં જડતી લઈને જડતીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

વધુમાં અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે કીપેડ વાળા બેટરી સાથેના બે સીમકાર્ડ લાગી શકે તે પ્રકારના બે મોબાઈલ ફોન પ્લાસ્ટિકના ઝબલામાં વીંટાળીને છુપાવીને રાખવામાં આવ્યા હતા જે બંનેના આઈએમઆઈ નંબર મેળવવામાં આવેલ છે અને તેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કોઈ અજાણ્યા કેદી અને તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે જેલમાં પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવેલ હોય તે અંગેની તપાસ કરવામાં આવે તો વધુ ખુલાસા થઈ શકે તેમ છે.

હાલમાં મળી આવેલ બંને મોબાઈલ ફોન કયા કયા આરોપીઓ અથવા કેદીઓ દ્વારા અને અનઅધિકૃત રીતે રાખીને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો ? મોબાઇલ ફોન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે કેમ ? જેલમાં પ્રતિબંધિત મોબાઇલ ફોન અંદર કેવી રીતે ઘુસાડવામાં આવ્યો ? મોબાઇલ ફોન અંદર ઘુસાડવામાં જેલ ખાતાના કોઈ કર્મચારી કે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ ? આ બાબતની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા કેદીઓ તથા આરોપીઓના નામ ખૂલે તેવી શક્યતા છે. જેથી આ દિશામાં આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ વર્તુળો પાસેથી મળતી વિગત પ્રમાણે સામાન્ય રીતે દર રવિવારે મોરબી જેલની અંદર એક અધિકારીની હાજરીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા જડતી લેવામાં આવતી હોય છે જોકે, છેલ્લે મોરબીની જેલમાં રાખવામા આવેલા પાકિસ્તાની કેદી સાથેનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પોલીસ અધિકારીઓનાં કાફલા સાથે જેલની જડતી લેવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર  સુધીમાં સ્થાનિક પોલીસે લીધેલ જડતીમાં કયારે પણ મોરબીની સબજેલમાંથી કશું જ મળ્યું હોય તેવું સામે આવ્યું નથી જોકે, અમદાવાદથી જડતી સ્કવોર્ડના જેલર સહિતની ટીમ આવી અને જડતી લેવામાં આવી તેમાં પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવ્યા છે તો આવી જ રીતે સમયાંતરે મોરબીની સબ જેલમાં બહારની ટીમો દ્વારા જડતી લેવામાં આવતી રહે તો હજુ પણ કેટલીક ચોંકાવનારી માહિતી મોરબીની સબજેલમાંથી સામે આવે તેવી વાતને નકારી શકાય તેમ નથી.






Latest News