મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ


SHARE































વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા આજે વેલેન્ટાઈન ડે ના બદલે વાત્સલ્ય દિવસ ની ઉજવણી કરી હતી અને ખાસ કરીને નાના નાના વાહનોમાં જ અત્યાર સુધી મુસાફરી કરી હોય એવા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને વૈભવી કારમાં બેસીને મોજ કરવાનું સપનું હોય છે જો કે, આવા બાળકોએ કદી જ મોંઘી કારમાં બેસીને આનંદ માણ્યો હોતો નથી. તેથી, આવા બાળકોના સપનાને સાકાર કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ અને નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા વેલેન્ટાઈન ડે ના બદલે વાત્સલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને અનોખો આનંદ આપવા માટે જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદભુત જોય રાઈડ્સનું શહેરના શનાળા રોડ સ્કાઇ મોલ પાસેથી શરૂ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, દિનેશભાઇ વડસોલા, ભાનુબેન નગવાડિયા સહિતના અગ્રણીઓએ જોય રાઈડ્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તો યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી અને નિર્શિવ ફાઉન્ડેશનના રોહન રાંકજાએ જણાવ્યું હતું કે બીજાના મનને અનોખો આનંદ આપીને આપણે ખુશ થવુંએ જ આપણી સંસ્કૃતિનું મૂળ સોહાર્દ છે જેને ચરિતાર્થ કરવા માટે મોરબીના ઉદ્યોગકારોના સહકારથી આ જોય રાઈડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.












Latest News