વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ


SHARE













મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ

મોરબીના લીલાપર ગામથી જોધપર ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ પુલના છેડા પાસેથી છકડો રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે કોઈ કારણોસર તે છકડો રીક્ષા પલટી મારી ગઈ હતી અને પાછળથી ટ્રક ટ્રેલર આવતું હતું જોકે સદનસીબે અકસ્માતમાં આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી અને અકસ્માતનો આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે

મોરબી નજીકના લીલાપર ગામથી જોધપર ગામ તરફ જવા માટેનો જે મુખ્ય રસ્તા આવેલો છે તે રસ્તા ઉપર મચ્છુ નદી આવેલી છે અને ત્યાં બનાવવામાં આવેલ પુલના લીલાપર ગામ તરફના છેડા પાસેથી વાહન ચાલકો પોતાનું વાહન લઈને પસાર થતા હોય છે ત્યારે સામે જોધપર ગામ બાજુથી આવતા વાહનો ન દેખાય તેવો વળાંક ત્યા બનાવવામાં આવેલ હોવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતના બનાવો બનતા હોય છે તેવામાં આજે બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં એક રીક્ષા ચાલક પોતાની છકડો રીક્ષા લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેની આગળના ભાગમાં ટ્રેક ટ્રેલરનો ચાલક પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો અને તે ટ્રક ટ્રેલરનો ઓવરટેક કરવા જતા સમયે વળાંકમાં સામેથી વાહન આવવાના કારણે છકડો રીક્ષાના ચાલકે પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા છકડો રીક્ષા રોડ ઉપર પલટી મારી ગઈ હતી જો કે, સદ્નસીબે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી અને અકસ્માતનો આ બનાવ ત્યાં નજીકમાં આવેલ કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોય તેના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે






Latest News