મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ પાસે કારખાનામાં આગ, લાખોનું નુકશાન


SHARE







મોરબીના બહાદુરગઢ પાસે કારખાનામાં આગ, લાખોનું નુકશાન

મોરબીના રવાપર ગામે એસપી રોડ ખાતે રહેતા આશીષભાઈ બેચરભાઈ ભટાસણા (37) એ તાલુકા પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે તાલુકાના બહાદુરગઢ ગામની પાસે આવેલ કેરોલી જીપસીટ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.

 આ બનાવમાં યુનીટમાં મશીનરી સળગી ગઈ હતી. તેમજ યુનીટમાં થર્મિક બોઈલ મીલ તથા અન્ય મશીનરી તથા રો મટીરીયલમાં નુકશાની થતા અંદાજે નેવુ લાખનું નુકશાન પહોંચેલ છે. બનાવની નોંધ કરી તાલુકા પોલીસ મથકના વિજયભાઈ મિયાત્રા દ્વારા આગના બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
 મોરબીના વિસીપરા મામાદેવ મંદિરની પાસે બે ભાઈઓ ઉપર સાતેક લોકોએ ધરીયા તેમજ ઈટુ વડે હુમલો કરતા બંનેને સારવારમાં ખસેડાયા હતા. મોરબી વીસીપરા ધોળેશ્ર્વર સમશાન પાસે જુની મહાકાળી ઓઈલ મીલ પાસે રહેતા નિલેશ જીવાભાઈ કગથરા (ઉ.35) અને કિશોર જીવાભાઈ કગથરા (37) ઉપર વીસીપરા મામાદેવના મંદિર પાસે સાતેક લોકોએ ધરીયા વડે હુમલો કરેલ પણ ધારીયુ લાગેલ નહી બાદ છુટા પથ્થરોના ઘા તથા ઈટુના ઘા કર્યા હતા. જેમાં સામે વાળાઓમાં રૂત્વીક સાલાણી, કૃણાલ તથા સાહિલ ચાલાણી તથા અન્ય અજાણ્યા લોકોએ હુમલો કર્યો હોવાનું ફરીયાદમાં જણાવાયેલ છે જેથી બીટ વિસ્તારના જમાદાર બી.કે. દેથાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

દવા પી જતા સારવારમાં
 મોરબી વીસીપરામાં આવેલા લાકડાના ડેલાની પાસે રહેતા સલીમભાઈ હબીબભાઈ રાઠોડ નામના 63 વર્ષના વૃધ્ધ કોઈ કારણોસર ટોલા મારવાની દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. જેથી બીટ જમાદાર બી.કે. દેથાએ તપાસ કરી હતી. જયારે મોરબી સામાકાંઠે ડી માર્ટ પાસે વિરલ રાજેશભાઈ પલાણી (ઉ.15) રહે. પ્રકૃતિ સોસાયટી મહેન્દ્રનગર હળવદ રોડ મોરબી-2 ઉપર દસેક લોકોએ કોઈ વાતે ઝઘડો કર્યા બાદ હુમલો કર્યો હતો. જેથી વિરલભાઈને અત્રે સામાકાંઠેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયેલ હોય બી ડીવીઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માત
 મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે ગજાનંદ પાર્કમાં આવેલ નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણભાઈ મોતીભાઈ છનીયારા (43) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રાધે હોટલના વળાંક પાસે બ્રેક મારતા વાહન સ્લીપ થઈ જતા ફ્રેચકર જેવી ઈજાઓ થતા અહીંની શિવમ હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયો હતો.  તેમજ મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા જશુબેન પ્રભુભાઈ ચાડમીયા નામના 74 વર્ષના વૃધ્ધા પોતાના એપાર્ટમેન્ટ નજીક બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા પામ્યા હોય અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયા હતા. જેથી બીટના મોમજીભાઈ ચૌહાણે નોંધ કરી તપાસ કરી હતી.






Latest News