મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રૂપિયા 10-20 ના ચલણી નોટના બંડલ આપવાનું કહીને 2.50 લાખની ઠગાઇ


SHARE







મોરબીમાં રૂપિયા 10-20 ના ચલણી નોટના બંડલ આપવાનું કહીને 2.50 લાખની ઠગાઇ

મોરબીમાં યુવાન સહિતના લોકોને જુદા જુદા મોબાઈલ નંબર ઉપરથી ફોન કરીને રૂપિયા 10 અને 20 ની ચલણી નોટના બંડલ આપવાનું કહ્યું હતું અને યુવાન પાસેથી અઢી લાખ રૂપિયા આંગડિયા પેઢી મારફતે મંગાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેને છૂટા પૈસા ન આપીને યુવાનની સાથે ઠગાઈ કરવામાં આવી છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ લીલાપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ જ્યોતિ પાર્ક સોસાયટીમાં રામવંદના એપાર્ટમેન્ટ બ્લોક નંબર 503 માં રહેતા ચેતનભાઇ રતિલાલ દેત્રોજા (42)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પંકજભાઈ કેશવજીભાઈ ફેફર રહે. લખધીરનગર નવાગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, આરોપીએ ખોટું નામ ધારણ કરીને ફરિયાદી તથા સાહેદોને અલગ અલગ મોબાઈલ ફોન ઉપરથી ફોન કરીને રૂપિયા 10 અને 20 ના ચલણી નોટના બંડલ આપવાનું કહ્યું હતું અને ફરિયાદી પાસેથી કુલ અઢી લાખ રૂપિયા આર.આર. આંગડિયા પેઢી મારફતે આંગડિયું મેળવ્યું હતું જોકે ત્યારબાદ ફરિયાદી અને સાહેદોને રૂપિયા 10 અને 20 ના ચલણી નોટના બંડલ આપવામાં આવ્યા ન હતા અને તેઓની સાથે ઠગાઈ કરવામાં આવી છે જેથી કુલ મળીને અઢી લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ અકસ્માત
હળવદના ઘનશ્યામપુર ગામે રહેતા દિનેશભાઈ ચીમનભાઈ નાયક (૨૫) તથા બલરામ દીનાભાઇ મુનિયા (૪૬) નામના બે લોકો રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે હળવદના સરા રોડ ઉપર સીએનજી રીક્ષા સાથે કાર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દિનેશભાઈ અને બલરામભાઈને ઇજાઓ થઈ હોય બંનેને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે કચ્છના રાપર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા દયાબેન ઈશ્વરભાઈ કોળી નામની ૨૪ વર્ષીય મહિલા પતિના બાઇક પાછળ બેસીને વાડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ગામના આઈ માતા મંદિર નજીક તેમના બાઇક આડે અચાનક કૂતરૂ આડુ ઉતર્યુ હોવાથી વાહન સ્લીપ થયું હતું જેથી ઈજા પામેલા દયાબેન કોળીને સારવાર માટે મોરબી આયુષમાં લાવવામાં આવ્યા હતા.

વૃદ્ધા સારવારમાં
માળીયા મિંયાણાના ખાખરેચી પાસેના સુલતાનપુર ગામે વાણંદ શેરીમાં રહેતા હંસાબેન લાભુભાઈ સનુરા નામના ૬૫ વર્ષના વૃદ્ધાને ઘરે બોલાચાલી ઝઘડો થયો હતો.જેમાં ઘરના સભ્યો અને સગાવાહલાઓ દ્વારા લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા જમણા હાથની આંગળીનું હાટકું તૂટી ગયું હોય તેમને સારવાર માટે અત્રે શિવમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે આંદરણા ગામે રહીને મજૂરી કામ કરતા પરિવારના કનિતાબેન મુકેશભાઈ બારીયા નામની ૨૫ વર્ષની મહિલા બાઇકમાંથી પડી ગયા હોય સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને મોરબીના મહેન્દ્રનગર ગામે ઉમા રેસિડેન્સી ખાતે રહેતા કમલેશભાઇ વાલજીભાઈ લીયા નામના ૪૪ વર્ષના યુવાનની ઉપર પત્નીએ એસીડ ફેંકતા સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરીયાએ નોંધ કરી તપાસ કરી હતી. #morbi






Latest News