મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી


SHARE































મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને તેને શોધવા છતાં પણ કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી જેથી યુવતીના પરિવારજન દ્વારા આ બાબતે મોરબી બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે ગુમસુધા નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા રાજેન્દ્રસિંહ ગિરીશસિંહ કરગીયાની 19 વર્ષની દીકરી માનસીબેન ગત તા. 13/2 ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલ છે અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી આ બાબતે તેના પરિવારજન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ગુમસુધાની નોંધ કરીને યુવતીને શોધવા માટે તજવીજ હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે યુવતીને જમણા હાથમાં ઓમ તોફાવેલ છે અને તે ઘરેથી નીકળી હતી ત્યારે તેણે બ્લુ કલરનું ટોપ અને આછા દુધિયા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલું હતું આ યુવતીનો કોઈ જગ્યાએ પતો લાગે અથવા તો કોઈને તેની જાણ હોય તો મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઝાપડિયા મો. નં. 97140 64419 અથવા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મો. નં. 63572 40718 ઉપર જાણ કરવા માટે જણાવ્યું છે












Latest News