મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામ પાસે કારખાનાની લેબર કોલોનીના પહેલા માળેથી ફોન ઉપર વાત કરતાં સમયે નીચે પડતાં યુવાનનું મોત


SHARE































મોરબીના નવા સાદુળકા ગામ પાસે કારખાનાની લેબર કોલોનીના પહેલા માળેથી ફોન ઉપર વાત કરતાં સમયે નીચે પડતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામ પાસે કારખાનાના લેબર કોલોનીના પહેલા માળ ઉપર ઊભા રાઇન યુવાન ફોન ઉપર વાત કરતા હતો તે સમયે અકસ્માતે યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને માથામાં તથા શરીરને ઇજા થતાં તે યુવાનનું મોત નીપજયું હતું આ બનવાની સ્થાનિક પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામની સીમમાં આવેલ નેલ્સન લેમીનેટ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતો શિવમ ધર્મેન્દ્રભાઈ ગુપ્તા (26) નામનો યુવાન ગઈકાલે રાત્રિના સવા અગિયારેક વાગ્યાના અરસામાં લેબર કવાર્ટરના પહેલા માળ ઉપર ફોન ઉપર વાત કરી રહ્યો હતો દરમિયાન કોઈ કારણોસર તે અકસ્માતે ઉપરથી નીચે પટકાતા યુવાનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારની રેડ

વાંકાનેરના જામસર ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ વીરજીભાઈ દેલવાડીયા (29) અને સવજીભાઈ સંઘાભાઈ દેલવાડીયા (23) રહે. બંને જામસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ₹700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે પેટ્રોલ પંપ નજીક વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે તે સ્થળ ઉપરથી બળવંતસિંહ બચુભાઈ બારડ (32) રહે. જુના ઢુવા જેટ સીરામીક પાછળ તાલુકો વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ₹700 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  #morbi #મોરબી












Latest News