મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તા ઉપર યુવાનના લમણે એરગન રાખીને 1.60 લાખના મુદ્દામાલી લૂંટ


SHARE













મોરબીના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તા ઉપર યુવાનના લમણે એરગન રાખીને 1.60 લાખના મુદ્દામાલી લૂંટ

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં ચોરી, લૂંટ, હત્યા હત્યાનો પ્રયાસ વિગેરે જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તાજેતરમાં મોરબી તાલુકાના લખધીરપુર થી પાનેલી તરફ જવાનો રસ્તા ઉપર યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા એરગન જેવું હથિયાર તેના લમણા ઉપર રાખીને યુવાનને ડરાવી ધમકાવીને તેના ગળામાં પહેરેલ સોનાનો ચેન, મોબાઈલ અને રોકડા રૂપિયા આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવેલ છે અને બંને શખ્સો નાસી છૂટેલો હોય ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા માવજીભાઈ ભીમજીભાઈ જાદવ (46) એ હાલમાં બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે લખધીરપુર ગામની સીમમાં લખધીરપુર થી પાનેલી તરફ જવાના કાચા રસ્તા ઉપર મોહનભાઈ દલવાડીની વાડી પાસેથી તેઓ ગત તા 13 /2 ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક નંબર જીજે 36 એએચ 9236 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાં આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા તેઓને આંતરિને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ડરાવી ધમકાવીને તેના લમણે એરગન જેવું હથિયાર રાખવામાં આવ્યું હતું અને ફરિયાદીએ ગળામાં પહેરેલ દોઢ તોલાનો સોનાનો ચેન તથા ખિસ્સામાં રહેલ રોકડા 5000 રૂપિયાને મોબાઈલ ફોન આમ કુલ મળીને 1.60 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની લૂંટ કરીને આ શખ્સો નાસી છૂટ્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News