મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા


SHARE







મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા નારી શક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મહિલા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ સમિતિના મહામંત્રી કલ્પનાબેન જોષી તથા શોભનાબેન ભાવસાર હાજર રહ્યા હતા તેઓની સાથે મોરબી જિલ્લા મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજની, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, યુવા કોંગ્રેસ ના પ્રમુખ વશીમભાઇ મંસુરી સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આમ આદમી પાર્ટીના મહિલા પાંખના જિલ્લા ઉપપ્રમુખ વર્ષાબેન લીંબડ તથા હરપ્રીતકૌર ઓલક તથા તેઓની સાથે આમ આદમી પાર્ટીના બહેનો અને અન્ય બહેનો પણ કોંગ્રેસમાં જોડાયા હતા






Latest News