મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે


SHARE







મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે

મોરબીના શનાળા રોડ ઉપર ઓવરટેક કરવા બાબતે એક્સેસ સ્કૂટરમાં આવેલા બે વ્યક્તિએ કાર ચાલક યુવાન સાથે બોલચાલી અને ઝઘડો કર્યો હતો. અને કાર ચાલકને છરીના ત્રણ ઘા માર્યા હતા જેથી ગંભીર ઈજા પામેલા સોની યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને હસ્તગત કરેલ છે અને ગુનાના કામે વપરાયેલ સ્કૂટર તેમજ હથિયારને કબ્જે કરવામાં આવેલ છે.

મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતો જતીનભાઈ રસિકલાલ આડેસરા (36) નામનો યુવના કામ સબબ કાર નંબર જીજે 36 એ એફ 4464 લઈને રાજકોટ ગયો હતો અને ત્યાંથી ગૂરૂવારે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં પરત મોરબી આવ્યો હતો ત્યારે તેની કારમાં તેની બહેન ચેતનાબેન તેમજ જતીનભાઈના માસાજી સસરા કિશોરભાઈ અને તેમના પત્ની દીનાબેન પણ બેઠેલા હતા. દરમિયાન સનાળા રોડ પર આવેલ રંગોલી આઇસ્ક્રીમ પાસેથી તેઓની કાર પસાર થઈ રહી હતી ત્યારે એક્સેસ સ્કૂટર ઉપર આવેલા બે વ્યક્તિએ વાહનનો ઓવરટેક કરવા બાબતે જતીનભાઈ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને છરીના છાતી, પડખા અને બેઠકના ભાગે ત્રણ ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક મૃતક યુવાનના ભાઈ મૌલિક આડેસરાની ફરિયાદ લઈને ગુનો નોંધવામાં આવેલ હતો અને ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરને હસ્તગત કરેલ છે અને ગુના કામે વપરાયેલ સ્કૂટર તેમજ હથિયારને પોલીસે કબ્જે કર્યું છે.

મોરબીમાં માત્ર વાહનો ઓવરટેક કરવા જેવી સામાન્ય વાતમાં સ્કૂટર ઉપર આવેલા બાલકિશોર દ્વારા સોની વેપારી યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેથી કરીને સોની સમાજના તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને શુક્રવારે આખો દિવસ મોરબીમાં સોની બજાર સદંતર બંધ રાખવામા આવી હતી જો કે, પોલીસ દ્વારા જુદીજુદી ટીમોને કામે લગાડીને સીસીટીવી સર્વેલન્સ અને હ્યુમન સોર્ષની મદદથી ગણતરીની કલાકોમાં હત્યાના આ બાનવનો ભેદ ઉકેલીને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને હસ્તગત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવલે છે તેમજ જે બાળકિશોરને પોલીસ દ્વારા હાલમાં હસ્તગત કરવામાં આવેલ છે તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને બે પૈકીનાં એક બાળકિશોરના ઘરની જડતી લેવામાં આવતા ત્યાંથી 22 બિયરના ટીન મળી આવ્યા હોવાનું ડીવાયએસપી જે.એમ. આલે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.






Latest News