મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ ગ્રાહકો પાસેથી બાકી બિલની રિકવરી દરમ્યાન 300થી વધુ વીજ જોડાણ કટ 


SHARE







મોરબીમાં વીજ ગ્રાહકો પાસેથી બાકી બિલની રિકવરી દરમ્યાન 300 થી વધુ વીજ જોડાણ કટ

મોરબી જિલ્લામાં વીજ ગ્રાહકો પાસેથી બાકી બિલની રિકવરી કરવા માટે આજે મેગા ડીસકનેક્શન ડ્રાઇવનું આયોજન કર્યું હતું અને તે અંતર્ગત સવારથી પીજીવીસીએલની 210 જેટલી ટીમો જુદા જુદા વિસ્તારમાં કામગીરી કરી રહી છે અને બપોર સુધીમાં લગભગ 300 જેટલા વીજ ગ્રાહકોના વિવિધ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે તેવી માહિતી અધિકારી પાસેથી જાણવા મળે છે.

પીજીવીસીએલની વડી કચેરી દ્વારા સમગ્ર વિસ્તારની અંદર બાકી બિલની રિકવરી કરવા માટે થઈને મેગા ડીસકનેક્શન ડ્રાઇવનું આયોજન કરવાનું છે તે અંતર્ગત મોરબી સર્કલ ઓફિસે હેઠળ આવતા 12 સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં વીજ બિલ બાકી હોય તેવા ગ્રાહકો પાસેથી રિકવરી કરવા માટે તેને કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આજે સવારથી મોરબી પીજીવીસીએલની 210 જેટલી ટીમો સમગ્ર જિલ્લાની અંદર વીજબિલ બાકી હોય તેવા ગ્રાહકો પાસેથી નાણાંની રિકવરી કરવા માટેની કામગીરી કરી રહી છે દરમિયાન અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે લગભગ ચારથી પાંચ કલાકની અંદર મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં કુલ મળીને 300 જેટલા વીજ ગ્રાહકોના વિવિધ કનેક્શનને કટ કરવામાં આવ્યા છે અને કેટલાક વીજ ગ્રાહકો દ્વારા સ્થળ ઉપર જ તેમના બાકી બિલની રકમ વીજ કંપનીના અધિકારી અને કર્મચારી પાસે જમા કરવામાં આવી હતી જેથી તેઓના વીજ કનેક્શનને ડીસકનેક્ટ કરવામાં આવ્યા નથી.

વધુમાં મોરબી પીજીવીસીએલના એકાઉન્ટ અશ્વિન વસૈયા પાસેથી મળતી માહિતી મુજબ આજના દિવસ દરમિયાન કુલ મળીને 5000 જેટલા વીજ કનેક્શનને બાકી બિલની રિકવરી માટે આઈડેન્ટીફાય કરવામાં આવ્યા હતા અને તે બાકીદારો પાસેથી કુલ મળીને 6 કરોડ રૂપિયાની રિકવરી કરવાની થાય છે જેને રિકવર કરવા માટે આજે સવારથી ટીમો કામે લાગી છે અને હાલમાં જે રીતની કામગીરી ચાલી રહી છે આવી જ કામગીરી આગામી 31મી માર્ચ સુધી મોરબી જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે.






Latest News