મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે અંદાજે 25 થી વધુ દુકાનો-ઓરડીઓને જેસીબીથી મનપાની ટીમે તોડી પડી


SHARE







મોરબીના ઘૂટું રોડે અંદાજે 25 થી વધુ દુકાનો-ઓરડીઓને જેસીબીથી મનપાની ટીમે તોડી પડી

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર રોડ સાઈડમાં આવેલ દુકાનો અને ઓરડીઓ વિગેરેને દૂર કરવા માટે મનપાની ટીમ દ્વારા બુધવારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 25 થી વધુ દુકાનો તેમજ ઓરડીને જેસીબી મારીને તોડી પાડીને રોડ સાઈડમાં જે દબાણો હતા તે તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે.

મોરબી મનપાની ટીમ દ્વારા વન વિક વન રોડ અંતર્ગત જુદા જુદા વિસ્તારોની અંદર જે રોડ સાઈટના દબાણ હોય છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવામાં ગત બુધવારે મોરબીની ત્રાજપર ચોકડી પાસે દબાણ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને ત્યાં જે કાચા પાકા દબાણો હતા તથા કેબીનો રાખવામાં આવી હતી તે તમામ પ્રકારના દબાણો દૂર કરીને ત્રાજપર ચોકડી પાસે રોડ સાઈડના દબાણ બધા દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આજે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ઘૂટું રોડ ઉપર રોડ સાઈડમાં જે પાકા દબાણ હતા તેને તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

મોરબીમાં બુધવારે અંદાજે 15 જેટલી પાકી દુકાનો તથા 10 જેટલી કાચી પાકી દુકાનો અને ઓરડીઓ આમ કુલ મળીને 25 થી વધુ દબાણ અને જેસીબી ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા અને રોડ સાઈડની જમીનને ખુલી કરવામાં આવી હતી વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે આવી જ કામગીરી આગામી સમયમાં પણ મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર ચાલુ રાખવામાં આવશે અને રોડ સાઈડમાં અથવા તો મનપાની જગ્યા ઉપર કોઈ પણ જગ્યાએ દબાણ હશે તો તેને તોડી પાડવામાં આવશે.






Latest News