મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શુદ્ધ પાણી આપવા માટે ૨.૩૫ કરોડના ખર્ચે ક્લોરીન ડોસીંગ સીસ્ટમની શરૂઆત


SHARE













મોરબીમાં શુદ્ધ પાણી આપવા માટે ૨.૩૫ કરોડના ખર્ચે ક્લોરીન ડોસીંગ સીસ્ટમની શરૂઆત

મોરબીમાં લોકોને શુદ્ધ પાણી માટે તેના માટે હાલમાં નવી સિસ્ટમ શરૂ કરવામાં આવેલ છે અને મનપાના વોટર વકર્સ વિભાગ દ્વારા ક્લોરિન ડોસીંગ સિસ્ટમથી શહેરના તમામ ઝોનમાં પીવાના શુદ્ધપાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે

નપાના આવતા વિસ્તારમાં શુદ્ધ ક્લોરીનેશન કરેલ પાણી પુરવઠો આપી શકાય તે માટે ક્લોરીન ડોસીંગ સીસ્ટમ લગાવવા માટે અંદાજીત DPR બનાવીને સરકારમાં મંજુરી અર્થે સમગ્ર પ્રોજેક્ટ મોકલ્પો હતો. અને અંદાજે ૨.૩૫ કરોડના ખર્ચે આ ક્લોરીન ડોસીંગ સીસ્ટમ મોરબી મહાપાલિકાની વોટર વર્કશ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેની સૈધ્ધાંતીક મંજુરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પુર્ણ કરી ક્લોરીન ડોસીંગ સીસ્ટમની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. મોરબીમાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં તેમજ પંપીગ સ્ટેશનમાં અદ્યતન ક્લોરીન ડોસીંગ સિસ્ટમ સફળતાપૂર્વક સ્થાપિત કરી કાર્યરત કરવામાં આવી છે. આ ક્લોરીન ડોસીંગ સિસ્ટમ ફિલ્ટર પ્લાન્ટ અને પંપીગ સ્ટેશન પર લગાવેલ છે. જેથી મનપાના વિસ્તારમાં શુદ્ધ પાણી ક્લોરીનેશન કરેલ પાણી શહેરીજાનોને મળી રહેશે. આ કામગીરીથી મોરબીન રહેવાસીઓને શુદ્ધ પાણીનો પુરવઠો મળી રહેતા તમામ વિસ્તારોમાં શુદ્ધપાણી પુરવઠો મનપા દ્વારા પૂરો પાડવામાં આવતા પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.






Latest News