મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ 24 હોટલ, રેસ્ટોરન્ટ, બેકરીમાં કર્યુ ચોકિંગ: અખાદ્ય કલર-વાસી ખોરાકનો કર્યો નાશ, 16 વેપારીઓને નોટીસ મોરબી નજીકના વીરપર પાસે આવેલ નવયુગ સંકુલમાં નેશનલ સાયન્સ ડેની ઉજવણી કચ્છના સરહદીય વિસ્તાર કુરન મધ્યે સાંસદ દ્વારા રંગોત્સવની ઉજવણી કરાઇ મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ ભુજ એરપોર્ટ ખાતે સંસદ વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર: મોરબીથી બિઝનેસ કે ફરવા માટે ગયેલા 43 જેટલા લોકો હાલમાં દુબઈમાં ફસાયા મોરબીમાં પત્રકાર તરીકે પોતાની ઓળખ આપતો વિશાલ સેજપાલ પત્રકાર નથી: ભોગ બનેલ લોકોને પોલીસનો સંપર્ક કરવા ડીવાયએસપીની અપીલ મોરબીના લાલપર અને ગુંગણ ગામેથી સગીરાઓના અપહરણ કરનાર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી શહેરના મુખ્ય માર્ગો પર માપદંડવિરોધી સ્પીડ બ્રેકરો દૂર કરીને નિયમસરના નવા સ્પીડ બ્રેકરો મુકાયા


SHARE













મોરબી શહેરના મુખ્ય માર્ગો પર માપદંડવિરોધી સ્પીડ બ્રેકરો દૂર કરીને નિયમસરના નવા સ્પીડ બ્રેકરો મુકાયા

મોરબી શહેરમાં માર્ગ સલામતીના ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કરવા તથા વાહનવ્યવહાર વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા હેતુસર મોરબી મહાનગરપાલિકાના ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આવેલ સ્પીડ બ્રેકર અંગે વિગતવાર ટેકનિકલ સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ઉક્ત સર્વે પ્રક્રિયા દરમિયાન Indian Roads Congress (IRC) દ્વારા નિર્ધારિત પ્રચલિત નીતિ-નિયમો, માપદંડો તથા ટેકનિકલ માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવ્યું હતું. સર્વેના અનુસંધાનમાં મુખ્ય માર્ગો પર અનિયમિત રીતે નિર્મિત, માપદંડવિરોધી તથા વાહનવ્યવહાર માટે અવરોધરૂપ સાબિત થતા કુલ ૧૧૮ સ્પીડ બ્રેકર દૂર કરવાની કામગીરી નિયમસર પૂર્ણ કરવામાં આવી છે. પરિણામે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર વધુ સરળ, સુવ્યવસ્થિત તથા સુરક્ષિત બન્યો છે.
વર્તમાનમાં, આગામી તબક્કા અંતર્ગત IRC દ્વારા નિર્ધારિત ધોરણો મુજબ તેમજ સ્થળવિશેષ ટ્રાફિક ઘનતા, માર્ગની પહોળાઈ, આસપાસ આવેલી શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ તથા રહેણાંક વિસ્તારોને ધ્યાનમાં લઈ જરૂરી સ્થળોએ નિયમસરના સ્પીડ બ્રેકર સ્થાપિત કરવાની કામગીરી અમલમાં મુકવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૬ સ્થળોએ ધોરણસર સ્પીડ બ્રેકર સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બાકી રહેલ સ્થળોએ નિયત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા અખબારી યાદી મારફતે જણાવવામાં આવ્યું છે કે ઉક્ત કામગીરીનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવો, વાહનોની ગતિનું વૈજ્ઞાનિક તથા નિયંત્રિત સંચાલન સુનિશ્ચિત કરવું તેમજ નાગરિકોને વધુ સુરક્ષિત માર્ગ વ્યવસ્થા પ્રદાન કરવો છે. આગલા સમયમાં પણ સમયાંતરે ટેકનિકલ સમીક્ષા હાથ ધરી જરૂરી સુધારાત્મક નિવારક પગલાં લેવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા સર્વ નાગરિકોને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા, નિર્ધારિત ગતિમર્યાદાનું અનુસરણ કરવા તથા માર્ગ સલામતી જાળવવામાં સક્રિય સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.






Latest News