મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે બાઈકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના પંચાસર રોડે બાઈકની આડે ખુટિયો આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીના પંચાસર રોડ પર આવેલ મામાદેવના મંદિર પાસેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત નિવડતાં તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતો યુવરાજ હસમુખભાઈ ઝાલા (22) નામનો યુવાનો ગત તા. 16/2 ના રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસેથી પોતાનું બાઈક નંબર જીજે 36 એજી 3518 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના બાઈકની આડે ખુટિયો આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવરાજને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી પોલીસે તાલુકા પોલીસે આ બનાવ  સંદર્ભે હાલમાં ધુળકોટ ગામે રહેતા ગુલાબભાઈ અરજણભાઈ પરમાર (47)ની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News