મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબી નજીક રોંગ સાઈડમાં બાઇક લઈને જઇ રહેલ યુવાન ડમ્પરની નીચે આવી જતાં મોત


SHARE































મોરબી નજીક રોંગ સાઈડમાં બાઇક લઈને જઇ રહેલ યુવાન ડમ્પરની નીચે આવી જતાં મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ અશ્વમેઘ કાંટા પાસેથી રોંગ સાઈડમાં બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા ડમ્પર સાથે તેનું બાઈક અથડાતા ડમ્પરની નીચે યુવાન આવી ગયો હતો અને તેને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે મૃતક યુવાન સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ સાનવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો આકાશ કાલુભાઈ ભાભર (25) નામનો યુવાન બાઈક નંબર એમપી 11 એનજે 0330 લઈને મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ અશ્વમેઘ કાંટા પાસેથી રોંગ સાઈડમાં પસાર થયો હતો ત્યારે સામેના ભાગેથી આવી રહેલા ડમ્પર નંબર જીજે 9 એવી 2423 ની સાથે તેનું બાઈક અથડાયું હતુ અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાન ડમ્પરની નીચે આવી ગયો હતો જેથી તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસે સુખરામભાઇ મુન્નાભાઈ ઉર્ફે ઓમભાઈ બોરોલે (30) રહે. હાલ સાનવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ લેબર ક્વાર્ટરમાં વાંકાનેર મૂળ રહે એમપી વાળાની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે












Latest News