મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત પ્રમાણિક્તા: મોરબીમાં રોકડ-દાગીના ભરેલ થૈલી પરત કરી મોરબીમાં પેટ્રોલ પંપ ગાડી આગળ લેવાનું કહેતા કર્મચારીને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વિજય ટોકીઝ પાસે 108 અને કાર વચ્ચે અકસ્માત થતાં ઇએમટી મહિલા કર્મચારીને માથામાં ગંભીર ઇજા-મણકામાં ફેક્ચર મોરબીનું માર્કેટ યાર્ડ આજેથી ફરી ધમધમતું: મહુર્તના સોદામાં કપાસના 1900, મગફળીના 1600 અને જીરૂના 5400 નો ભાવ આવ્યો મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો


SHARE































મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગતમાં ખેલદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શૃંખલાના ભાગરૂપે મોરબી જિલ્લાની મજબૂત ટીમ તૈયાર કરવા માટે નાની વાવડી ખાતે આવેલ સરદાર સ્ટેડિયમમાં ભવ્ય પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પસંદગી કેમ્પમાં  મોરબી જિલ્લાના ખૂણેખૂણેથી શિક્ષક ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવવા હાજરી આપી હતી. જેમાં મોરબી, ટંકારા, હળવદ અને વાંકાનેર વિસ્તારના ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. મેદાન પર શિક્ષકોની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં વ્યાવસાયિક ખેલાડીઓ જેવો જ જોશ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા હતા અને ટુર્નામેન્ટ માટે જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પસંદગી પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે ખેલાડીઓ વચ્ચે પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે વાવડી ખાતે ખાસ ટેનિસ ક્રિકેટ મેચ રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ રમત સાથે ઉત્સવની પણ ઉજવણી કરી હતી.પસંદગી સમિતિના તુષારભાઈ બોપલીયા અને નરેશભાઈ જગોદણા દ્વારા ખેલાડીઓના ફોર્મ અને કૌશલ્યને આધારે અંતિમ ટીમની જાહેરાત કરવામાં આવશે. આ પસંદ થયેલા ખેલાડીઓ આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે યોજાનારી સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં મોરબી જિલ્લા વતી મેદાને ઉતરશે.












Latest News