મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના લાલપર ગામ પાસે આવેલ ઇપોસ સ્ટાઈલ કોલોનીના લેબર ક્વાર્ટરની અંદર રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જ્યારે મોરબી નજીકના મકાનસર ગામે રહેતી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવોની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લાલપર ગામ પાસે આવેલ ઇપોસ સ્ટાઈલ કોલોનીમાં રહેતા નીરજ ઓમાન (21) નામના વર્ષના યુવાને લેબર કોલોનીમાં પોતાની ઓરડીની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ આ બનાવની સાગરભાઇ શાંતિલાલ વરમોરા રહે. લાલપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી મૃતક યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ કરી છે.

જ્યારે બીજા બનાવમાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતા બીપીનભાઈ પાંડેની દીકરી રિયાબેન (20) એ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવતીનું મોત નીપજ્યું હતુ ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News