મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ


SHARE







મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ

મોરબીમાં ક્રાંતિકારી વિચારોને વરેલા અને સામાજિક, સેવાકીય, શેક્ષણિક પ્રવૃત્તિઓથી દેશભાવનાને ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપે આ રંગોત્સવની મુઠી ઉંચેરી ઉજવણી કરવાની પરંપરાને ખરા અર્થમાં નિભાવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિકાસ વિદ્યાલયના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે રંગોત્સવ મનાવી આ વડીલોને બેરંગી જિંદગીને કલરફુલ બનાવી દીધી હતી.આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપે રંગોત્સવની ઉજવણી કરી અંતરના ઊંડાણથી રંગોથી પ્રેમ, સદભાવના સાથે માનવતા સર્વોપરી હોવાનું સિદ્ધ વકરી ઈશ્વર સમાન વડીલોની થતી અવહેલના સામે તેમનો આદર સત્કાર કરવાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા અને ખાસ તો ખુશીઓથી વંચિત બાળકોને કલર, પિચકારી, ખજૂર અને મીઠાઈના બોક્સ આપીને તેમને રંગોત્સવની ખુશીમાં જોડવામાં આવ્યા હતા.વિકાસ વિદ્યાલયની તમામ બાળાઓ સાથે પણ રંગોત્સવની ખુશી વહેંચી હતી.રંગોત્સવની ઉજવણીમાં વૃદ્ધાશ્રમના વડીલો સાથે પણ હોળીના રંગો રમવામાં આવ્યા હતા. જીવનના સાંજના પડાવે ઘણીવાર એકાંત અનુભવનારા વડીલો જ્યારે યુવાનો સાથે હાસ્ય અને રંગોની વચ્ચે જોડાયા ત્યારે તેમના ચહેરા પર પ્રસન્નતાનો અજોડ તેજ જોવા મળ્યો હતો.યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ.દેવેન રબારીએ જણાવ્યું હતું કે રંગોત્સવ માત્ર રંગ ઉડાડવાનો તહેવાર નથી, પરંતુ જીવનમાં રહેલા કામ, ક્રોધ, લાલચ અને દ્વેષ જેવા દુર્ગુણોને દૂર કરીને પ્રેમ, મૈત્રી, સમરસતા અને સદગુણોના રંગોથી જીવનને રંગવાનો સંદેશ આપે છે.






Latest News