મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ


SHARE







મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ ડે વિથ કમિશનર કાર્યક્રમમાં જોડાઈ

મોરબીમાં આવેલ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા વિદ્યાર્થીનીઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ડે વિથ કમિશનર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે ડે.કમિશ્નર કુલદીપસિંહ વાળા તેમજ સંજયભાઈ સોની, સીટી ઇજનેર હિતેશભાઈ આદ્રોજા બાળાઓ સાથે વાર્તાલાપ કરીને પ્રશ્નોતરી કરી હતી અને બાળાઓ જવાબો આપ્યા હતા ત્યારબાદ મહાનગરપાલિકાના તમામ વિભાગો જેમકે ડ્રેનેજ વિભાગ, સ્વચ્છતા વિભાગ, ટેકસ, ટ્રાફિક, આવાસ,જન્મ-મરણ, નોંધણી,લાઈબ્રેરેરી,વોટર, મહેકમ,સિવિક વગેરે વિભાગના અધિકારીઓએ પોત પોતાના વિભાગની કામગીરી વિશેની જાણકારી આપી હતી ત્યારબાદ કમિશ્નર સ્વપ્નિલ ખરેએ બાળાઓને માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબીમાં હાલ 306 જેટલા અધિકારી કર્મચારીઓનું મહેકમ છે પણ હાલ માત્ર દશ જેટલા વ્યક્તિઓ દ્વારા કામ થઈ રહ્યું છે, તેમજ મહાનગરપાલિકાની સતાઓ પાવર વગેરે વિશેની સમજ આપી હતી, કાર્યક્રમના કો.ઓર્ડીનેટર તરીકે મહાનગરપાલિકાના રાજલબહેને ખુબજ સરસ વ્યવસ્થાપણ કરી આપી હતી.






Latest News