મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામે મંદિરમાંથી ચાંદીના છતર અને દાન પેટીની રોકડ રકમની ચોરી


SHARE







મોરબીના સાદુળકા ગામે મંદિરમાંથી ચાંદીના છતર અને દાન પેટીની રોકડ રકમની ચોરી

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાંથી મૂર્તિ ઉપર રાખવામાં આવેલા ચાંદીના છતર તેમજ દાન પેટીની રોકડ આમ કુલ મળીને 50,000 રૂપિયાની કિંમતના મુદ્દા માલની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે રહેતા કનુભા રઘુભા ઝાલા (70) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા 4/2 ના રાત્રિના નવ વાગ્યેથી લઈને તા 5/2 ના સવારના 5:30 વાગ્યા સુધીના સમય દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા શક્તિ માતાજીના મંદિરે નિશાન બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં મૂર્તિ ઉપર રાખવામાં આવેલા ચાંદીના છત્તર જેનું કુલ વજન 750 ગ્રામ અને કિંમત 48 હજાર રૂપિયા તથા દાન પેટીમાં રહેલા 2,000 આમ પણ મળીને 50,000 રૂપિયાની કિંમતના મુદ્દા માલની ચોરી કરવામાં આવેલ છે જેથી મંદિરમાં પૂજા પાઠ કરતા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News