મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા-ટ્રસ્ટની ચૂંટણી એપ્રિલ માહિનામાં યોજાશે


SHARE







મોરબીમાં રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા-ટ્રસ્ટની ચૂંટણી એપ્રિલ માહિનામાં યોજાશે

મોરબી માળિયા (મી.) રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી એપ્રિલ મહિનામાં આ સભા યોજાશે જેમાં નવા ટ્રસ્ટની ચૂંટણી માટેનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મોરબી માળિયા (મી.) વિસ્તારના રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભા આગામી તા. ૫ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯ વાગ્યે રામઘાટ સ્થિત રામાનંદ ભવન, મોરબી ખાતે યોજાનાર છે. આ સભામાં સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેમજ નવા ટ્રસ્ટની ચૂંટણી માટેનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ અંગે રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી સમાજના તમામ સભાસદોને અનિવાર્ય રીતે સભામાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત તા. ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે સમાજના જરૂરી મુદ્દાઓ અંગે વધુ ચર્ચા કરવા માટે અલગ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં સમાજના તમામ ભાઈઓ અને બહેનોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News