મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મોબાઇલ ફોનમાં લુડો ગેમ ઉપર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા


SHARE







મોરબીમાં મોબાઇલ ફોનમાં લુડો ગેમ ઉપર જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

મોરબીની અવની ચોકડી પાસે મોબાઇલમાં લુડો કિંગ ગેમ ચાલુ કરીને ત્યાં હાર જીતનો જુગાર રમતા હતા ત્યારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને સ્થળ ઉપરથી બે શખ્સોને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા 10250 ની રોકડ કબજે કરવામાં આવી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સોની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી પાસે એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોબાઈલ ફોનમાં લૂડો કિંગ ગેમ ચાલુ કરીને લુડો ગેમ ઉપર હાર જીતનો જુગાર રમતા હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી મહમદભાઈ ઇલિયાસભાઈ સાઇબાની (23) રહે. કબીર ટેકરી શેરી નંબર એક મોરબી તથા મનીષભાઈ જયકિશનભાઇ અનાવડીયા (25) રહે અવની ચોકડી મોરબી વાળાની 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન તથા 10250 ની કિંમતની રોકડ સાથે ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News