મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત
Breaking news
Morbi Today

મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ


SHARE













મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

મોરબીમાં પ્રોપેન ગેસ મળતો નથી અને નેચરલ ગેસ પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાના કારણે એક કે બે નહીં પરંતુ 450 જેટલા સિરામિકના કારખાના બંધ થઈ ગયા છે અને જે કારખાના ચાલુ છે તે પણ બંધ થવાની તૈયારીમાં છે ત્યારે બંધ થયેલા કારખાનાઓ જાણે કે ક્રિકેટ મેચના મેદાન બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને કારખાનના શેડમાં ક્રિકેટ મેચ રમતા હોય તે પ્રકારના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને ગેસના અભાવના કારણે હાલમાં બંધ થયેલા સિરામિકના કારખાના ફરી પાછા ક્યારે ધમધમશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

મોરબીમાં 24 કલાક સિરામિકના કારખાના ચાલુ રાખીને ત્યાં સીરામીક ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ દેશના દરેક રાજ્યની અંદર તથા વિદેશમાં અહીંની સિરામિક ટાઇલ્સને મોકલાવવામાં આવતી હોય છે જો કે, ગત તા. 23 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે અને તા. 28 ના રોજ દુબઈના પોર્ટ ઉપર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યાર પછીથી જીસીસીના દેશોમાં મોરબીની સિરામિક ટાઇલ્સના કન્ટેનરોની જાવક બંધ થઈ ગઈ છે અને એક કે બે નહિ પરંતુ 1500 જેટલા સિરામિક ટાઇલ્સ ભરેલા કન્ટેનરો મુન્દ્રા અને કંડલા પોર્ટ ઉપરથી તેમજ દરિયાઈ માર્ગ ઉપરથી પાછા આવ્યા છે જેથી કરીને એક એક સીરામીક કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

દરમ્યાન બંધ પડેલા સીરામીક કારખાનામાં કેટલીક જગ્યાએ મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે તો કેટલીક જગ્યાએ કોઈપણ કામ ન હોવાના કારણે હાલમાં સિરામિક કારખાનેદારો, કોન્ટ્રાક્ટરો અને મજૂરી કામ કરતા શ્રમિકો ક્રિકેટ મેચ રમતા હોય તેવા વિડીયો સામે આવી રહ્યા છે જેથી સિરામિક કારખાનાના શેડ હાલમાં ક્રિકેટ મેચના ગ્રાઉન્ડ બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. અને ખાલી પડેલા સીરામીક કારખાનાના શેડમાં લોકો ક્રિકેટ મેચ રમતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, હાલમાં સીરામી કારખાનાઓ ગેસના અભાવના કારણે બંધ થયા છે તે ફરી પાછા ક્યારે શરૂ થશે ?, જ્યારે શરૂ કરવાના હશે ત્યારે અત્યારે જે ભાવથી ગેસ મળતો હતો તે જ ભાવથી ગેસ મળશે કે બમણા ભાવથી ગેસ મળશે ?, જો બમણા ભાવે ગેસ મળશે તો સિરામિક ઉદ્યોગકારો માલનું પ્રોડક્શન કરીને માર્કેટમાં ટકી શકશે ? આવા અનેક પ્રશ્નો સિરામિક ઉદ્યોગકારો સામે ઊભા થઈ રહ્યા છે. જેથી સિરામિક ઉદ્યોગકારો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.






Latest News