મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસની જનસંપર્ક સભામાં વ્યાજખોરોના ભોગ બનેલા 7 થી 8 લોકોએ કરી રજૂઆત


SHARE







મોરબીમાં કોઈ કારણોસર લોકોને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા હોય છે અને ત્યારબાદ તે લોકો પાસેથી લાખો રૂપિયા અને અન્ય વસ્તુઓ પડાવી લેવામાં આવે તેમ છતાં પણ તેઓને ધાક ધમકી આપવામાં આવતી હોય છે જેથી આવા લોકોની રજૂઆતો સાંભળવા માટે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને વ્યાજખોરનો ભોગ બનેલ 7 થી 8 લોકોએ રજૂઆતો કરી હતી. જેને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

વીઓ
મોરબી જીલ્લામાં ઠેરઠેર વ્યાજના હાટડા શેરીએ ગલ્લીએ ધમધમી રહ્યા છે અને લોકોને રૂપિયાની જરૂર પડે ત્યારે તેની પાસેથી વ્યાજખોરો મને પડે તેવા વ્યાજ વસૂલ કરતાં હોય છે તે હક્કિત છે અને મોરબી જીલ્લામાં અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે હેરાન છે. તેવામાં આજે મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના એસ.પી. મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી જે.એમ.આલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ જનસંપર્ક સભામાં મોરબી જિલ્લામાં ગેરકાયદે નાણાં ધીરધાર કરતાં લોકો કે વ્યાજ વટાવનો ધંધો કરનારા લોકોનો ભોગ બનેલા વ્યક્તિઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. અને તેઓની રજૂઆત કરી હતી જેના એસપી એ સાંભળીને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી તેમજ જે લોકોને ખરેખર નાણાની જરૂર હોય તેમને આ સભામાં હાજર રહેલા જુદીજુદી બેંકના કર્મચારીઓ તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા લોન કે ધિરાણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય છે તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું






Latest News