મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકવા મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો


SHARE































મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકવા મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો

મોરબીના વજેપર વિસ્તારની અંદર રહેણાંક મકાનમાં દારૂનું પીઠું ખોલીને દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસીને ત્યાં રેડ કરી હતી ત્યારે પોલીસને રોકવા માટે ઘરધણીની પત્નીએ એટીએમ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેને રોકીને ઘરની જડતી લીધી હતી ત્યારે ઘરમાંથી હથિયાર મળી આવ્યા હતા અને હજાર રહેલા લોકોની જડતી લેવામાં આવતા તેઓની પાસેથી છ મોબાઈલ ફોન તથા ઘરમાંથી 24 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં બે મહિલા સહિત કુલ આઠ વ્યક્તિઓની સામે ગુનો નોંધાયો છે જે પૈકીના ઘરધણી સિવાયના બાકીના આરોપીઓને પકડીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં- 24 ની અંદર રહેતા સુરેશભાઈ થરેશાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર પોલીસને રોકવા માટે થઈને સુરેશભાઈના પત્ની મનીષાબેન થરેશાએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકવટ કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ પોલીસે તેના ઘરની જડતી લીધી હતી જેમાં ઘરમાંથી હથિયારો મળી આવ્યા હતા તેમજ ઘરે હજાર રહેલા લોકો પાસેથી 6 મોબાઈલ ફોન અને ઘરમાંથી 24 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ઘરમાંથી મનિષાબેન સુરેશભાઇ થરેશા (45) અને પ્રીતિબેન હિતેશભાઈ આજોલા (25) એ બહારથી દાઉદભાઈ અબ્બાસભાઈ ખુરેશી (24). રહે. વજેપર-24 મોરબી, કલસિંગ અમરભાઈ ખડીયા (27) રહે. રહે. વજેપર-24 મોરબી, હરીસિંહ સંગ્રામસિંહ લુહાર (42) રહે. વાઘપરા સત્યનારાયણ ફ્લેટ મોરબી વાળાને બોલાવીને ઘરમાં દારૂનું પીઠું ખોલીને દારુનું વેચાણ કરતા હતા અને આરોપી મહાવીરસિંહ પ્રવિણસિંહ જાડેજા (42) રહે. 402 ઓમ રેસીડેન્સી ટીકે હોટલ પાછળ મોરબી તથા આનંદભાઈ ડાયાભાઈ સોરઠીયા (30) રહે. મુનનગર ચોક મોરબી વાળા દારૂ પીવા માટે થઈને ત્યાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે બે મહિલાઓ સહિત કુલ સાત વ્યક્તિઓને સ્થળ ઉપરથી પકડ્યા હતા અને હાલમાં સુરેશભાઈ ઉર્ફે સુડો લક્ષ્મણભાઈ થરેસા સહિત કુલ 8 વ્યક્તિઓની સામે ગુનો નોંધ્યો છે જે પૈકીના બે મહિલા સહિત કુલ સાત આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને આરોપી સુરેશભાઈ ઉર્ફે સુડોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.












Latest News