મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર
SHARE
મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ તેઓ મોરબીના આંગણે પ્રથમ વખત આવતા તેઓનું અદકેરું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને હાથીની અંબાડીએ બેસાડીને તેમની મોરબીના દરબારગઢથી મોરબીના બાપાસીતારામ ચોક સુધીની રેલી યોજાઇ હતી ત્યાર બાદ જાહેર સભા યોજાઈ હતી જેમાં તેઓએ મોરબીની શાંતિ અને સલામતી માટે રાજકીય અને પોલીસના છેડા કરીને દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારાઓને તેના પિનિયા કાઢી નાખવા માટેની ખુલ્લી ધમકી કાંતિભાઈ અમૃતિયાએ જાહેર મંચ ઉપરથી આપી હતી.
મોરબીમાં વર્ષોથી ભાજપનું નેતૃત્વ કરતા અને મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર વર્ષોથી ધારાસભ્ય તરીકે કાર્યરત રહીને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામ કરનારા કાંતિભાઈ અમૃતિયાને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી હતી દરમિયાન તેઓને કેન્સરની બીમારી ડિટેક્ટ થઈ હતી જેથી તેઓની સારવાર ચાલુ હતી અને તાજેતરમાં તેઓનું કેન્સરનું ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને તેઓ ફરી પાછા અગાઉની જેમ કાર્યરત થઈ ગયા છે ત્યારે કેન્સરની સફળ સારવાર પૂર્ણ થયા બાદ તેઓ પ્રથમ વખત મોરબીના આંગણે આવ્યા હોય મોરબી શહેર ભાજપ પરિવાર તથા તેઓના ટેકેદાર દ્વારા મોરબીમાં દરબારગઢથી લઈને મોરબીના બાપાસીતારામ ચોક સુધીની વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં કાંતિભાઈ અમૃતિયાને હાથીની અંબાડી ઉપર બેસાડવામાં આવ્યા હતા.
કાંતિભાઈ અમૃતિયાની જ્યારે કેન્સરની સારવાર ચાલી રહી હતી ત્યારે મોરબીમાં જુદા જુદા મંદિરો ખાતે હનુમાન ચાલીસાના પાઠનું તેઓના ટેકેદારો તથા શહેર ભાજપની ટીમ દ્વારા પઠન કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ખોખરા હનુમાન મંદિર ખાતે તેઓના દીર્ઘાયુ માટે થઈને યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેથી તેઓના માટે દેવતુલ્ય ટેકેદારો, મજબૂત ટીમ અને મતદારો સહિતના તમામના દર્શન માટે મોરબી આવ્યા હતા ત્યારે તેમનું મોરબી સિરામિક એસો., શહેર ભાજપ પરિવાર, મોરબી-માળિયા તાલુકા ભાજપ પરિવાર સહિતના દ્વારા અદકેરુ સન્માન કરવામાં આવ્યું હતું
મોરબીમાં યોજાયેલ સભાને વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા સંબોધવામાં આવી હતી અને ત્યારે તેમણે કહ્યું હતું કે કાંતિભાઈની સારવાર ચાલુ હતી ત્યારે કેટલાક લોકો દ્વારા કાંતિભાઇને કેનેસર છે તે મંત્રી નહી બની શકે તેવો ગાંધીનગરમાં કુપ્રચાર કરતા હતા પરંતુ અનેક લોકોના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી સહુ સારાવાના થઈ ગયા છે અને રેસમાં ટાયડા ઘોડા ઝડપથી દોડતા હોય છે પરંતુ તે આગળ જઈને થાકી જતા હોય છે તેવી માર્મી ટકોર કરી હતી.
અંતમાં કાંતિભાઈ અમૃતિયાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે તેઓની કેન્સરની સારવાર ચાલુ હતી ત્યારે તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના, યજ્ઞ, હનુમાન ચાલીસાનું પઠન અને સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર તમામ લોકોને તેઓએ આભાર કર્યો હતો સાથોસાથ છેલ્લા દિવસોમાં નજીવી વાતમાં હત્યા સહિતના જે બનાવો બન્યા હતા તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે મોરબીમાં રાજકીય અને પોલીસના છેડા કરીને કેટલાક શખ્સો દાદાગીરી અને લુખ્ખાગીરી કરી રહ્યા છે તેઓને ખુલ્લી ધમકી આપું છું કે તેઓ તેના પિનિયા કાઢી લે, મોરબીમાં વેપારીઓનું ગામ છે અહીં આખી દુનિયાના લોકો આવે છે અહીં શાંતિથી રહેવી જોઈએ.
વધુમાં કાંતિભાઇએ કહ્યુ હતું કે, મોરબીમાં મોકળુ મેદાન હોવાના સપના જોનારાઓ ઉપર નિશાન ટાંકતા કહ્યુ હતુ કે, ફુગ્ગામાં હવા હોય તે વધુ સમય રહેતી નથી પછી નિકળી જાય છે જો કે, હવે હવા વગરના ટાયર આવી ગયા છે તેના ઉપર ગમે તેટલા ટન વજન હોય તો પણ કોઇ ફેર પડો નહી, જેને જે કરવુ હોય તે કરે, કાન ભાઇ તેની ટીમ અને વેપારીઓની ટીમ તેઓની સાથે જ છે, કોઇપણ માણસનુ તપ હોય છે તેની બાજુમાં બેસવા માટે પણ ઘણી વખત એવું લાગતું હોય કે અડી જશે તો, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો. તો આમા બીજુ શું હવે.
આ કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપના પ્રમુખ રીસીપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઈ જારીયા અને ભાવેશભાઈ કન્ઝારિયા, મોરબી સિરામિક એસોના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, સંદીપભાઈ કુંડારીયા, અજયભાઈ મારવાણીયા તેમજ માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, કે.જી. કુંડારીયા, કિરીટભાઈ ઓગણજા સહિતના અનેક ભાજપના આગેવાનો તેમજ તેઓના ટેકેદારોને મોટી સંખ્યામાં મોરબીના નગરજનો હાજર રહ્યા હતા.