મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી

મોરબીમાં ઉમા ટાઉનશિપ ખાતે રહેતા યુવાને વેપાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે અલગ અલગ બે વ્યક્તિઓ પાસેથી તેને કુલ મળીને 5 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા જેની સામે તેણે 7.90 લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં મંગલ જ્યોત હોમ્સ 1 ખાતે રહેતા અનિલભાઈ ચંદુભાઈ જાકાસણીયા (35) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ સંઘાણી રહે. ગોલ્ડન માર્કેટ પાસે રવાપર તથા સુરેશભાઈ કાથાલાલ રાયકા રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેને વેપાર માટે રૂપિયાની જરૂર હતી ત્યારે તેને ચિરાગ સંઘાણી પાસેથી 10 ટકાના વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે 2.50 લાખ રૂપિયા મૂડી અને વ્યાજ ચૂકવ્યું છે તેવી જ રીતે સુરેશભાઈ રાયકા પાસેથી 10 ટકા ના વ્યાજે 4 લાખ રૂપિયા લીધા હતા જેની સામે વ્યાજ અને મુડી સહિત 5.40 લાખ રૂપિયા ચૂકવી આપેલ છે તેમ છતાં પણ સુરેશભાઈ રાયકા દ્વારા બંને આરોપીઓના રૂપિયાની ઉઘરાણી કરીને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News