આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલા વિસ્તારમાં રહેતા યુવાને 2.40 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે 7,67,500 ચૂકી દીધા છે તેમ છતાં પણ તેને તેના ગીરવે મુકેલા સોનાના દાગીના અને સહી કરીને આપેલા કોરા ચેક પાછા આપવામાં આવ્યા નથl હતા આવી જ રીતે એક મહિલાને 2.50 લાખ રૂપિયા વ્યાજ આપીને 5 લાખ રૂપિયાનું લખાણ કરાવ્યું હતું અને તેની પાસેથી બળજબરીથી બાઇક પડાવી લેવામાં છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાનની ફરિયાદ લઈને પોલીસે દંપતિ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના સબજેલની સામેના ભાગમાં આવેલા વિસ્તારમાં રહેતા મહેશભાઈ ભીખાભાઈ પઠાણ (40) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી તથા તેના પત્ની રહે. બંને ટીકે હોટેલ નજીક લક્ષ્મી એપાર્ટમેન્ટ ત્રાજપર રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવી છે કે ફરિયાદીએ આરોપી પાસેથી 2,40,000 વ્યાજે લીધેલા હતા જેની સામે બળજબરીપૂર્વક તેની પાસેથી કોરા ચેક અને સોનાના દાગીના ગીરવે મુકાવેલ હતા જો કે, ફરિયાદીએ વ્યાજ સહિત 7,67,500 ચૂકવી દીધા હતા તો પણ સોનાના દાગીના તથા ચેક પરત આપ્યા ન હતા આવી જ રીતે સાહેદ સોનલબેન બાબુભાઈ સોલંકીને અઢી લાખ રૂપિયા વ્યાજ આપ્યા હતા જેની સામે પાંચ લાખ રૂપિયાનું લખાણ કરાવ્યું હતું અને બળજબરીપૂર્વક તેની પાસેથી ચેક લઈ લીધા હતા તેમજ એક મોટરસાયકલ પણ પડાવી લીધું હતું આમ વ્યાજ સહિત મુદલની રકમ પરત આપી હોવે છતાં આરોપીઓએ રૂપિયાની ઉઘરાણી કરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે દંપતી સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News