મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા


SHARE







મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થાય તેમ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તેના મુરતિયાઓને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલથી ત્રણ દિવસ સુધી મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે

મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે તા 1/4 /2026 ના રોજ સવારે 9:30 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે સૌપ્રથમ માળિયા તાલુકા પંચાયત અને માળિયા તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો ત્યારબાદ 11:30 થી 1:30 વાગ્યા સુધીમાં વાંકાનેર તાલુકા પંચાયત અને વાંકાનેર તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવાશે ત્યારબાદ બપોરે 2:30 વાગ્યાથી 4:30 સુધીમાં વાંકાનેર નગરપાલિકાની બેઠકો, તો 4:30 થી 8:30 સુધીના સમયગાળા દરમિયાન ટંકારા તાલુકા પંચાયત, ટંકારા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો અને ટંકારા નગરપાલિકાની બેઠકો માટે થઈને દાવેદારોની સેન્સ લેવામાં આવશે.

જ્યારે તા 2/4/2026 ના રોજ સવારે 9:30 થી હળવદ તાલુકા પંચાયત અને હળવદ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે ત્યારે બાદ 11:30 થી મોરબી તાલુકા પંચાયત તથા મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે લેવામાં આવશે અને બપોરે 2:30 વાગ્યાથી માળિયા નગરપાલિકાની બેઠકો માટે દાવેદરોની સેન્સ લેવામાં આવશે જ્યારે તારીખ 3/4/2026 ને શુક્રવારના રોજ સવારે 10 વાગ્યાથી મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયામાં આવશે જેમાં સવારે 10 થી 11 માં વોર્ડ નંબર 1 અને 2, 11 થી 12 માં વોર્ડ નંબર 3 અને 4, 12 થી 1 માં વોર્ડ નંબર 5 અને 6, બપોરે 2 થી03 માં વોર્ડ નંબર 7 અને 8, બપોરે 3 થી 4 માં વોર્ડ નંબર 9 અને 10, બપોરે 4 થી 5 માં વોર્ડ નંબર 11 અને 12 અને 5 થી 6 માં વોર્ડ નંબર 13 ના ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે.

ખાસ કરીને આ વખતે ભાજપ દ્વારા જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમાં ઉમેદવારોએ પોતે જ હાજર રહીને પોતાની ઉમેદવારી કરવાની રહેશે અને બીજા કોઈ પણ પ્રકારના ટેકેદારોને સાથે લાવવાની સખત મનાઈ કરવામાં આવી છે તેમજ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક જિલ્લા કાર્યાલયથી સેન્સ પ્રક્રિયા સમયે જ મેળવીને ભરીને પરત આપવાનું રહેશે સેન્સ પ્રક્રિયા જે તે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટ અને નગરપાલિકાના વોર્ડની સીટ ક્રમશઃ મુજબ હાથ ધરવામાં આવશે અને ખાસ કરીને ઉમેદવારે વિધાનસભાની મતદાર યાદીમાં મતદાર ક્રમાંક અને સ્થાનિક સ્વરાજની મતદારનો મતદાર ક્રમાંક ફરજિયાત લખવાનો રહેશે તેમજ બુથ નું નામ નંબર, પ્રાથમિક સદસ્ય નંબર, સક્રિય સદસ્ય નંબર, પક્ષમાં વર્તમાન કે પૂર્વમાં જે જવાબદારી સંભાળી હોય તે લખવાની રહેશે તથા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ના ફોટા પણ દાવેદાર હોય તેને સાથે રાખવાના છે.






Latest News