મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો


SHARE









માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો

માળીયા (મી)ના કાજરડા ગામે રહેતા યુવાનને ઈંડા અને મુરઘીની દુકાન હોય જે બાબતનો ખાર રાખીને સામેવાળાઓએ તેની સાથે બોલાચલી કરીને ઝપાઝપી કરી હતી તેમજ ગાળો આપીને છરી અને ધોકા વડે હુમલો કરીને મારમાર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા (મી)ના કાજરડા ગામે રહેતા અને ઈંડા તેમજ મુરઘીની દુકાન ધરાવતા મહેબૂબભાઈ મુસાભાઇ કાજેડીયા (37)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોસીન નુરાલી મોવર, ફારૂક નુરાલી મોવર, વલીમોહમદ નુરાલી મોવર રહે. ત્રણેય માળિયા મીયાણા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેને ઈંડા અને મુરઘીની દુકાન છે જે આરોપીઓને ગમતું ન હતું જે બાબતનો ખાર રાખીને ફરિયાદી સાથે બોલોચલી કરીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને આરોપી મોસીન મોવરે તેની પાસે રહેલ છરી વડે ફરિયાદીને ડાબા હાથની હથેળીમાં ઈજા કરી હતી જ્યારે ફારૂક અને વલીમહમદે ફરિયાદી સાથે બોલોચાલી કરી હતી જ્યારે અજાણ્યા શખ્સે ધોકા વડે મારમારીને ફરિયાદીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 4 શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News