મોરબીના રંગપર ગામ પાસે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં જુગાર રમતા 6 શખ્સો 2.70 લાખના મુદામાલ સાથે પકડાયા
SHARE
મોરબીના રંગપર ગામ પાસે પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં જુગાર રમતા 6 શખ્સો 2.70 લાખના મુદામાલ સાથે પકડાયા
મોરબીના રંગપર ગામે આવેલ બાપાસીતારામ પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને છ શખ્સો ત્યાંથી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,75,400 રોકડા તથા 6 મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,70,400 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના રંગપર ગામે જનકસિંહ ઝાલાના કબજા વાળા બાપાસીતારામ પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જનકસિંહ કસરૂભા ઝાલા (40) રહે. સૂર્યનગર રંગપર, મુકેશભાઈ બચુભાઈ દેસાઈ (49) રહે. ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ-2 રોયલ પાર્ક મહેન્દ્રનગર, મગનભાઈ ભુદરભાઈ લોરીયા (65) રહે. ઉમિયા સોસાયટી કુંભારીયા તાલુકો માળીયા મિયાણા, રમેશભાઈ છગનભાઈ કાલરીયા (55) રહે. જીવાપર (ચ), શંકરભાઈ અંબારામભાઈ દેત્રોજા (64) રહે. મારુતિ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 603 મિલન પાર્ક મહેન્દ્રનગર અને ધીરુભાઈ પ્રભુભાઈ કૈલા (68) રહે. મારુતિ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 603 મિલન પાર્ક મહેન્દ્રનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા 1,75,400 તથા 95 હજાર રૂપિયાની કિંમતના છ મોબાઈલ ફોન કુલ મળીને 2,70,400 ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
દવા પી જતા સારવારમાં
મોરબીની રવાપર ચોકડી પાસે રહેતા કરણ વિનોદભાઈ ચાડમીયા નામના 18 વર્ષના યુવાને ઘરે કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ ટંકારાના હડમતીયા ગામે રહેતા વિજયભાઈ નરભેરામભાઈ ખાખરીયા નામના 26 વર્ષના યુવાનને વિરાટ હોટલ અને હોન્ડાના શોરૂમ નજીક મારામારીના બનાવમાં ઇજા થઈ હતી.જેથી સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જયારે મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રીક્ષા ભરવા બાબતે ઝઘડો થયો હતો અને ત્યારબાદ રિયાઝ તાજમામદ જામ (22) રહે.કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબી-૨ ઉપર અજાણ્યા શખ્સે પાઇપ વડે હુમલો કરીને માર માર્યો હોય રિયાઝ જામને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.