મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ


SHARE











મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં પોલીસે ચાર સ્થળે વિદેશી દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો કબ્જે કર્યો છે અને હાલમાં જુદીજુદી રેડ દરમ્યાન કુલ મળીને 5 આરોપીને પકડવામાં આવેલ છે જો કે, 4 આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એમ-156 માં રહેતા ઉદયરાજસિંહ ભુપેન્દ્રસિંહ પરમારના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 104 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2,89,810 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી ધર્મેન્દ્રભાઈ રોહિતભાઈ દેવાયતકા (27) રહે. સનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર એમ-40/ 219 મોરબી વાળાની ધરપકડ કરેલ છે જો કે, ઘરધણી ઉદયરાજસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર તથા સિધ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા રહે. સનાળા મોરબી વાળા સ્થળ ઉપર હાજર ન હોય તે બંને સહિત કુલ ત્રણ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને ધર્મેન્દ્રભાઈ દેવાયતકા તથા સિદ્ધરાજસિંહ જાડેજા ભાગીદારીમાં દારૂનો જથ્થો મંગાવીને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એચડીએફસી ચોક પાસેથી બાઈક નંબર જીજે 10 ઇએ 4329 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 4 બોટલ મળી આવતા 480 ની કિંમતનો દારૂ તથા ₹25,000 ની કિંમતનું વાહન અને 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 30,480 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આરોપી સાહિલભાઈ સલીમભાઈ મોવર (21) રહે. જુના બસ સ્ટેશન પાસે મચ્છી પીઠ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સે અક્રમભાઈ મહેબુબભાઇ શાહમદાર રહે. પંચાસર રોડ મોરબી વાળા પાસેથી દારૂની બોટલો મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ દલવાડી સર્કલ પાસેથી ડબલ સવારી એક્ટિવા નંબર જીજે 36 એએમ 2102 પસાર થઈ રહ્યું હતું ત્યારે પોલીસે તેને રોક્યું હતું અને એકટીવા ઉપર જઈ રહેલા બે શખ્સોને ચેક કર્યા હતા ત્યારે તેઓની પાસેથી બિયરના 48 ટિન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બિયર, વાહન અને અન્ય મુદ્દા માલ મળીને કુલ 67,680 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આરોપી દિલીપભાઈ મગનભાઈ ધોળકિયા (30) તથા મનોજભાઈ ધનજીભાઈ ધોળકિયા (26) રહે. બંને સનાળા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક દરમિયાન આ શખ્સોએ નિલેશભાઈ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા રહે. બાયપાસ રોડ મનુભાઈ પાર્ક સનાળા મોરબી વાળાની પાસેથી બીયરનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને બિયરનો જથ્થો આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના બાયપાસ રોડ ઉપર તુલસી પાર્કની બાજુમાં આવેલ મનુભાઈ પાર્કમાં રહેતા નિલેશભાઈ વાળાના મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 8 બોટલ તથા 20 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને 4560 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા રહે. મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

વાંકાનેરની નર્સરી ચોકડી પાસે આવેલ ઠાકર ધણી ઓટો ગેરેજ સામે ઝૂંપડામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 72 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 14,400 ની કિંમતનો દારૂ જતો કબજે કર્યો હતો. જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે મહિલા આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હીરૂબેન ભગાભાઈ વાઘેલા રહે. ઠાકર ધણી ઓટો ગેરેજ સામે ઝૂપડામાં નર્સરી ચોકડી પાસે વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News