મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટરે મુલાકાત લીધી મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં
Breaking news
Morbi Today

ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં


SHARE







ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની કુલ મળીને 255 જેટલી બેઠકો માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજવાની છે અને તેના માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો સોમવારથી પ્રારંભ થયો છે જોકે, પ્રથમ દિવસે મોરબી જિલ્લામાં એક પણ બેઠક માટે ફોર્મ ભરાયું નથી પરંતુ 59 જેટલા આગેવાનો દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે થઈને ફોર્મ ઉપાડવામાં આવ્યા છે

મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની કુલ મળીને 255 બેઠકો માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને તા. 6 થી ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આગામી તા. 11 સુધી ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરી શકે છે અને ત્યાર બાદ તા. 26 ના રોજ મતદાન યોજાશે જો પ્રથમ દિવસની વાત કરીએ તો મોરબી જિલ્લાની 255 બેઠકો માટે મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કુલ મળીને 59 જેટલા આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા છે જો કે, પ્રથમ દિવસે મહાપાલિકા, જિલ્લા કે તાલુકા પંચાયત અથવા તો પાલિકા માટે કોઈપણ જગ્યાએ એક પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા હજુ સુધી તેના એક પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા અમુક બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેથી ત્રણેય રાજકીય પક્ષ દ્વારા તેઓના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે પછી મોરબી જીલ્લામાં ઉમેદવારી પત્રો ભરવા માટે આગેવાનોનો સરકારી કચેરીમાં ધસારો જોવા મળશે.






Latest News