મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત


SHARE





મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત

મોરબી મહાનગરપાલિકાની બેઠક માટે ભાજપ દ્વારા હજુ એક પણ ઉમેદવારનું સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં આવ્યું નથી ત્યાં અસંતોષની આગ મોરબીમાં ફેલાઈ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબીના વોર્ડ નં 3 માંથી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઓબીસી અનામત બેઠક માટે શહેર ભાજપ, જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપ સુધી લેખિત રજૂઆત કરીને સ્થાનિક કાર્યકર્તાને ઓબીસી અનામતની ટિકિટ આપવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે. અને જો સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ નહીં આપવામાં આવ તો પક્ષને નુકસાન થશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આગામી સમયમાં ચૂંટણી યોજવાની છે અને તેના માટેની વિવિધ અનામત બેઠકો પણ જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ દ્વારા ત્રણ દિવસ પહેલા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે જુદા જુદા વોર્ડની કુલ મળીને 52 બેઠકો માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે 427 જેટલા આગેવાનો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે દરમિયાન મોરબીના વોર્ડ નં 3 ની વાત કરીએ તો વોર્ડ નં 3 માં ઓબીસી અનામતની બેઠક ઉપર ચૂંટણી લડવા માટે થઈને સ્થાનિક ઘણા આગેવાનો અને કાર્યકરો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તેવામાં આ બેઠક ઉપર બહારથી ઉમેદવાર મૂકવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે જોકે હજુ સુધી ભાજપમાંથી સત્તાવાર રીતે તેના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવેલ નથી ત્યાં જ અસંતોષની આગ ભભૂકી છે અને મોરબી વોર્ડ નં 3 ના ભાજપના કાર્યકરો દ્વારા મોરબી શહેર ભાજપ, મોરબી જિલ્લા ભાજપ અને ગુજરાત પ્રદેશ ભાજપને લેખિતમાં રજૂઆત કરી છે કે, વોર્ડ નં 3 માંથી ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તે પૈકીના કોઈપણ ભાજપના સ્થાનિક કાર્યકર્તાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો બહારના કોઈ આયાતી ઉમેદવારને મૂકવામાં આવશે તો તેનો સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવશે આટલું જ નહીં પરંતુ વોર્ડ નં 3 માં પક્ષને નુકસાન થશે તેવી પણ ચીમકી વિચારવામાં આવી છે




Latest News