મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટરે મુલાકાત લીધી મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીમાં સાયન્સ કોલેજની પાછળના ભાગમાં આવેલ કારખાનામાં ટ્રક ચાલકને સરનામું બતાવવા માટે યુવાન ગયો હતો ત્યારે અન્ય ટ્રક ચાલકે યુવાનને હડફેટે લીધો હતો જેથી યુવાનને છાતી, મોઢા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં સાયન્સ કોલેજની પાછળના ભાગમાં આવેલ જવાહર સોસાયટીમાં રહેતા મુકેશભાઈ લાલજીભાઈ ચૌહાણ (44)એ ટ્રક નંબર ટીએન 52 એબી 0220 નંબરના વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓનો ભત્રીજો મયુરભાઈ જેસીંગભાઇ ચૌહાણ (26) રહે. જવાહર સોસાયટી મોરબી વાળો સાયન્સ કોલેજની પાછળના ભાગમાં આવેલ વિન્ટેજ વિટ્રીફાઈડ કારખાનામાં કોઈ ટ્રક વાળાને કારખાનાનું સરનામું બતાવવા માટે થઈને ગયો હતો અને વિન્ટેજ કારખાના પાસે અકસ્માત સર્જના ટ્રક ચાલક તેનો ટ્રક કારખાનામાંથી બહાર કાઢવા માટે ઓવર સ્પીડમાં વાહન લઈને નીકળ્યો હતો ત્યારે તેને ફરિયાદીના ભત્રીજાને હડફેટે લેતા મયુરને છાતી, મોઢા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી ફરિયાદીના ભત્રીજાનું મોત નિપજ્યું હતું બનાવ સંદર્ભે હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News