મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદેશી દારૂની 3 રેડ: 239 બોટલ દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા


SHARE































મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદેશી દારૂની 3 રેડ: 239 બોટલ દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા

મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી ત્રણ જગ્યા ઉપર વિદેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નાની મોટી દારૂની કુલ મળીને 239 બોટલો કબજે કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીને પકડીને પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરાઈ છે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા સંજયભાઈ ખમાણીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 183 બોટલો મળી આવતા પોલીસે 14,640 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખમાણી (28) રહે. શોભેશ્વર રોડ શાંતિવન સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ સનુરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 48 બોટલો મળી આવતા 16,320 ની કિંમતનો દારૂ તથા 5 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને 21,320 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો રઘાભાઈ સનુરા (38) રહે. ત્રાજપર ખરી મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીમાં ત્રાજપર ચોકડી રામકુવા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 8 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1360 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહેશભાઈ નાનકદાસ ગાંગિયા (38) રહે શોભેશ્વર રોડ મફતિયા પરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

હળવદની મોરબી ચોકડી પાસેથી બાઈક નંબર જીજે 36 એ 2955 લઈને પસાર થયેલા શખ્સને પોલીસે રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 645 ની કિંમતની દારૂની બોટલ તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 30,645 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી ધવલ નરેન્દ્રભાઈ શુકલ (44) રહે. જોશી ફળી હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે












Latest News