મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો


SHARE













વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વઘાસીયા ટોલનાક ઉપરથી બોલેરો ગાડીનો ચાલક તેની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટોલ પ્લાઝાના બુમ બેરીયરને ટક્કર મારીને તોડી નાખવામાં આવ્યું હતું અને ટોલ પ્લાઝાના સ્ટાફ ઉપર હુમલો કરીને ધમકી આપી હતી જેથી ટોલ પ્લાઝાના મેનેજરે પોલીસ સ્ટેશને અરજી આપી છે અને ફરિયાદ લેવા માટેની રજૂઆત કરી છે

વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ વઘાસીયા ટોલ પ્લાઝાના મેનેજર મુકેશકુમારે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે જેમાં જણાવ્યુ છે કે, તા. 8 એપ્રિલના રાત્રીના 12:25 વાગ્યે બોલેરો ગાડી નંબર જીજે 10 ટીવાય 0847 પસાર થઈ રહી હતી અને તે ગાડી વઘાસીયાના સંજયસિંહ ચલાવી રહ્યા હતા તેઓએ ટોલ પ્લાઝાની લેન નં. 12 ના બુમ બેરીયરને ટક્કર મારીને તોડી નાખ્યું હતું અને ટોલ ફી ચૂકવ્યા વગર વાહન પસાર કર્યું હતું આમ ટોલ પ્લાઝાની સંપત્તિને નુકશાન કરેલ છે આટલું જ નહીં ત્યાર બાદમાં આરોપી ડ્રાઈવરએ ટોલ બુથ ઉપર આવીને ટોલ કલેકટર સ્ટાફ અરુણ માણિકરાવ ક્ષીરસાગર ઉપર હુમલો કર્યો હતો અને તેને મોઢા ઉપર થપ્પડ મારી હતી. તેમજ ટોલ પ્લાઝાના તમામ સ્ટાફને ધમકીઓ આપી હતી જે  સમગ્ર ઘટના ત્યાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. જેથી કરીને હાલમાં ટોલ પ્લાઝાના મેનેજરે પોલીસને અરજી આપીને તાત્કાલિક ગુનો નોંધીને આરોપીને પકડીને તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. 






Latest News