મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં દુકાન પાસે બેઠેલા બે યુવાન ઉપર નજીવી વાતમાં છરી વડે હુમલો: બે સામે ફરિયાદ


SHARE







મોરબીના વીસીપરામાં દુકાન પાસે બેઠેલા બે યુવાન ઉપર નજીવી વાતમાં છરી વડે હુમલો: બે સામે ફરિયાદ

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પાનની દુકાન પાસે યુવાન અને તેનો મિત્ર બંને બેઠા હતા દરમિયાન બાઈક લઈને આવેલા બે શખ્સોએ અહીંયા કેમ બેઠા છે તેમ કહીને બોલાચલી કરી હતી અને યુવાનને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો દેવાની ના કહેતા બે પૈકીના એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો અને યુવાન અને તેના મિત્રને છરીના ઘા માર્યા હતા જેથી ઈજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં પંચની માતાવાળી શેરીમાં રહેતા પીન્ટુભાઇ ભરતભાઈ ઘાટોડીયા (28)વસીમ યુનુસભાઇ સેડાત અને જાવેદ ઈકબાલભાઈ મોવર રહે. બંને વીસીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, વીસીપરા મેન રોડ ઉપર આવેલ ડીલક્ષ પાન નામની દુકાન પાસે ફરિયાદી તથા સાહેમંગળવારે સવારે પાંચેક વાગ્યાના સમયે બેઠા હતા ત્યારે આરોપી ત્યાં બાઈક લઈને આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેને દુકાન પાસે બેસવાનું કારણ પૂછ્યું હતું જ્યારે તેઓએ કહ્યું હતું કે “કામકાજ માટે બેઠા છીએ અને વાત કરીએ છીએ” જે વાત આરોપીઓને સાચી નહીં લાગતાં તેણે ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને ગાળો આપવાની ફરિયાદીએ ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને ફરીયાદી તથા સાહેને ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા જાવેદે પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને ફરિયાદીને વાસાના ભાગે તથા સાહેને ખભાના ભાગે છરીનો ઘા મારીને ઇજાઓ કરી હતી જેથી ઇજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News