મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામે મચ્છી લેવા ગયેલા દીકરાને થપ્પડ મારીને યુવાનને ચાર શખ્સોએ હોકી-પાઇપથી માર માર્યો


SHARE









ટંકારાના મીતાણા ગામે મચ્છી લેવા ગયેલા દીકરાને થપ્પડ મારીને યુવાનને ચાર શખ્સોએ હોકી-પાઇપથી માર માર્યો

ટંકારાના મીતાણા ગામે ડેમ નજીક ઝૂપડામાં રહેતા યુવાને તેના દીકરાને ડેમ પાસે મચ્છી લેવા માટે મોકલ્યો હતો દરમિયાન યુવાનના દીકરાને મચ્છી ન આપીને તેની સાથે બોલાચાલી કરી તેને થપ્પડ મારી હતી જેથી યુવાન આરોપીઓને તે બાબતે પૂછવા જતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઇને યુવાન ઉપર હોકી અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેને હાથે પગે માર મારીને ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખસોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના મીતાણા ગામે ચામુંડા હોટલ સામેના ભાગમાં રહેતા જયંતીભાઈ ભદાભાઈ સોલંકી (45) એ હરેશભાઈ ગોરસીયા, વિપુલ હરેશભાઈ ગોરસીયા સહિત કુલ મળીને 4 શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓએ પોતાના ઝુંપડાની બાજુમાં આવેલ ડેમ પાસે તેના દીકરા રોહિત ને મચ્છી લેવા માટે થઈને મોકલ્યો હતો ત્યારે આરોપીઓએ ફરિયાદીના દીકરાને મચ્છી આપી ન હતી અને જેમ ફાવે તેમ બોલીને થપ્પડ મારીને કાઢી મૂક્યો હતો જે બાબતે આરોપી પૂછવા માટે જતા ચારેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદીને ગાળો આપી હતી અને ત્યારબાદ પાઇપ અને હોકી વડે હાથે પગે માર માર્યો હતો અને ફરિયાદીને બંને પગના ઘૂંટણ તથા બંને હાથના કાંડા પાસે ફેકચર જેવી ઇજા કરેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News