મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ


SHARE





માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ

માળીયા મીયાણાના મોટાભેલા ગામે રહેતા વૃદ્ધે તેના દીકરાને કામ ધંધા બાબતે ઠપકો આપ્યો હતો જે તેને સારું નહીં લાગતા યુવાને તેના પિતા ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો અને બંને પગના કાંડા પાસે કુહાડીના જીવલેણ ઘા મારીને યુવાને તેના પિતાની હત્યા કરી હતી જે બનાવમાં મૃતક વૃદ્ધના બીજા દીકરાની ફરિયાદ લઈને પોલીસે હત્યા કરનારા દીકરા સામે ગુનો નોંધીને પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા (મી)ના મોટાભેલા ગામે રહેતા જીવણભાઈ સોમાણી (85)એ તેના દીકરા પ્રવીણ સોમાણીને કામ ધંધા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતને લઈને પ્રવિણે સારું નહીં લાગતાં પ્રવિણે તેના પિતા જીવણભાઇ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ કુહાડી વડે હુમલો કરીને પ્રવિણે તેના પિતા જીવણભાઈને પગના બંને કાંડા ઉપર કુહાડીના જીવલેણ ઘા મારીને ઇજા કરી હતી જેથી વધુ લોહી વહી જવાના લીધે જીવણભાઇનું મોત નીપજયું હતું અને હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવ સંદર્ભે માળીયા પોલીસે મોટાભેલા ગામે રહેતા ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણીની ફરિયાદ લઈને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રવીણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી રહે. મોટાભેલા વાળા સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 




Latest News