મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો


SHARE













મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

મોરબી શહેરમાં જુદીજુદી 4 જગ્યાએ વિદેશી દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને દારૂની 272 બોટલોને કબ્જે કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના સનાળા ગામ પાસે આવેલ ગોકુલનગર જોધાણીની વાડીમાં રહેતા જગદીશભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની કુલ મળીને 252 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ તથા એકટીવા નંબર જીજે 36 એએન 8795 તથા એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 60,240 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો જોકે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં જગદીશભાઈ લવજીભાઈ ચાવડા રહે. સનાળા ગોકુલનગર જોધાણીની વાડી મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પાયોનિયરની પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 15 બોટલ મળી આવતા પોલીસે 12078 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચિરાગભાઈ રમેશભાઈ કંઝારીયા (29) રહે. રવાપર ગામ વેદેહી પ્લાઝા પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવા જતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલો સાથે ધવલભાઇ ઉપેન્દ્રભાઈ વોરા (28) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો તેને મનોજભાઈ મકવાણા રહે. રબારી વાસના ઢાળ પાસે મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ સામેથી પસાર થઈ રહેલ એકટીવા નં. જીજે 36 એએસ 1940 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા એક્ટિવા ઉપર જઈ રહેલા શખ્સો પાસેથી દારૂની 3 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 360 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા બે મોબાઈલ ફોન અને એકટીવા મળીને 35,360 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી સાહિલભાઈ મુકેશભાઈ જાદવ (20) રહે. રવાપર રોડ ભવાની સોડા વાળી શેરી રામાપીરના મંદિર પાસે મોરબી તથા તુષારભાઈ ગણેશભાઈ લાલુકિયા (23) રહે. વજેપર શેરી નં. 4 મોરબી વાળાની ધરપકડ કરે છે. અને તેઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલો ભાવિન ઉર્ફે ગફુર કાનજીભાઈ મકવાણા રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે અને દારૂ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News