મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને મકાનની લોન લીધી હતી અને તેનો હપ્તો ભરવામાં મોડું થયું હતું જેથી ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ફોન ઉપર યુવાનને ગાળો આપી હતી અને સનાળા રોડ ઉપર સરદારબાગ પાસે યુવાનને બોલાવવામાં આવ્યો હતો ત્યાં યુવાનને બે શખ્સોએ ગાળો આપીને મારમાર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્યામ પાર્કમાં રહેતા મેહુલકુમાર પરસોતમભાઈ ધોરીયાણી (30)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિંદુજા ફાઇનાન્સ બેંકમાં કામ કરતા શિવુભા દરબાર તથા એક અજાણ્યા માણસની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેણે હિન્દુજા ફાઈનાન્સ બેંકમાંથી મકાનની લોન લીધી હતી અને મકાનનો હપ્તો આપવામાં મોડું થયું હતું જેથી શિવુભા દરબારે ફરિયાદીને ફોન કરીને ફોનમાં ગાળો આપી હતી અને સરદારબાગ પાસે તેને બોલાવતા ફરિયાદી ત્યાં ગયો હતો ત્યારે શિવુભા દરબાર અને અન્ય એક શખ્સ ત્યાં હાજર હોય તે બંનેએ ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ શિવુભા દરબારે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News