મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ મોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવીમોરબીમાં શ્રમયોગીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે ૨૬ એપ્રિલે સવેતન રજા આપવી મોરબી  :  લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નમ્બર્સ જાહેર કરાયા મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે સહોદયા સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાયો મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાની ઉત્તરક્રિયા નિમિત્તે યોજાયો રક્તદાન કેમ્પમાં 152 લોકોએ કર્યું રક્તદાન મોરબીના નારણકા ગામે બહુચરાજી માતાજી મંદિરે શીલાસ્થાપનનો કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા-ગુજરાતનો વિકાસ રોકવાનું કામ કરનારાઓને હવે ઘર ભેગા કરવાના છે: હર્ષ સંઘવી
Breaking news
Morbi Today

વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !


SHARE













વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપ દ્વારા કોને ટિકિટ અપાવામાં આવશે અને કોની ટિકિટો કાપવામાં આવશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે મોડી રાત્રે ભાજપ દ્વારા તેના સત્તાવાર 52 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે જેમાં નગરપાલિકાની છેલ્લી બોડીના સભ્યોમાંથી સાત સભ્યોને રીપીટ કરાયા છે અને પાંચ પૂર્વ સભ્યોના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવી છે જોકે પાલિકાના 5 પૂર્વ પ્રમુખબ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજના પ્રમુખ અનેક ચેરમેનો તથા માજી સભ્યોના પત્તા કપાઈ ગયા છે

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગઈકાલે મોડી સાંજે મોરબી મહાનગરપાલિકા માટે 52 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી તેના ઉપર નજર કરીએ તો ભાજપ દ્વારા નો રિપીટ થિયરીની વાતો કરવામાં આવતી હતી પરંતુ હાલમાં મહાનગરપાલિકા માટે જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં એક બે નહીં પરંતુ 7 જેટલા ઉમેદવાર રીપીટ કરાયા છે જેમાં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયાજશવંતીબેન પ્રવીણભાઈ સોનગરામમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકરકુંદનબેન શૈલેષભાઈ માકાસણામેઘાબેન દીપકભાઈ પોપટબ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા તથા ભાવિકભાઈ ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે જ્યારે પાંચ ઉમેદવાર એવા છે કે જેમના પરિવારમાંથી ગત નગરપાલિકાની બોડીમાં સભ્ય હતા અને આ વખતે તેમાં ચહેરો બદલાવીને પૂર્વ સદસ્યાના પરિવારજનને જ ટિકિટ આપવામાં આવી છે જેમાં વીણાબેન માવજીભાઈ કંઝારિયાભારતીબેન ચુનીલાલ પરમારમનસુખભાઈ મૂળજીભાઈ સારેસા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને હિરેન પરબતભાઈ કરોતરાનો સમાવેશ થાય છે તેમજ સનાળા ગામના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાને ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ટિકિટ આપવામાં આવેલ છે

મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણી લડવા માટે થઈને ભાજપમાંથી કુલ 427 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવા માંગી હતી જે પૈકીના 52 આગેવાનોને સત્તાવાર રીતે નામ જાહેર કરીને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે જો કેકોના કોના પત્તા કપાયા તેની વાત કરીએ તો મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ પરબતભાઈ અવાડીયાકેતનભાઇ અમૃતલાલ વિલપરાલલિતભાઇ જેરાજભાઈ કામરીયાઅનુપસિંહ સજુભા જાડેજા અને દીનાબા જયવંતસિંહ જાડેજામાજી ઉપપ્રમુખ જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજામાજી ચેરમેન પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ ઇદ્રીશભાઈ મેપાભાઇ જેડાહર્ષદભાઈ મોતીભાઈ કંઝારિયારાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ અનોપસિંહ જાડેજાબ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ પ્રભુલાલ મહેતામોરબી જિલ્લા યુવા ભાજપના માજી મહામંત્રી જયદીપભાઇ કનુભાઈશનાળા ગામના માજી ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલામોરબીના ઉદ્યોગકારોમાં હરેશભાઈ રામજીભાઈ બોપલિયાઅનિલભાઈ લાલજીભાઈ વરમોરા અને બળદેવભાઈ દેવજીભાઈ નાયક પરા તેમજ અનેક માજી સભ્યોના પત્તા કપાઈ ગયા છે.

 ભાજપ દ્વારા કોને કોને ટિકિટ અપાઈ

 મોરબી મહાપાલિકાના વોર્ડ વાઇઝ ઉમેદવારોની યાદી ઉપર નજર કરીએ તો વોર્ડ નં 1 માં વિણાબેન માવજીભાઈ કંઝારીયા, રમાબેન પરેશભાઈ રૂપાલા, જયંતિભાઈ દામજીભાઈ પડસુંબિયા અને જયદીપ પ્રશાંતભાઈ મેહતા: વોર્ડ નં 2 માં સિતાબેન પરબતભાઈ હુંબલ, આરતીબેન અમિતભાઈ ઝીંઝવાડીયા, મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા અને જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા: વોર્ડ નં 3 માં અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન કેતનભાઈ બોપલીયા, ભુપેન્દ્રભાઈ લાખાભાઈ જારીયા અને જીગ્નેશભાઈ હંસરાજભાઈ કૈલા: વોર્ડ નં 4માં અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડિયા, પૂનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા, ગૌતમ ભાવેશ પરમાર અને વિવેક રમેશભાઈ ગોલતર: વોર્ડ નં 5 માં મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, મનુબેન રમેશભાઈ શિયાળ, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા: વોર્ડ નં 6 માં ક્રિષ્નાબેન ઓમપ્રકાશ પરમાર, પુષ્પાબેન જીગરવાડા, કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડયા અને ચિરાગભાઈ હસમુખભાઈ રાણપરા: વોર્ડ નં 7 માં જલ્પાબેન ડાયાલાલ સોનગ્રા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, જયેશભાઈ વસંતરાય દેસાઈ અને ભાવિન ગીરીશ ઘેલાણી: વોર્ડ નં 8 માં જયોત્સનાબેન સવજીભાઈ ભીમાણી, કુંદનબેન શૈલેષભાઇ માકાસણા, ઉત્તમ મહેશભાઈ સુરાણી અને મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી: વોર્ડ નં 9 માં ભગવતીબેન મહેશભાઈ કુંડારીયા, નૂતનબેન હરસુખભાઈ વિડજા, હિરેનભાઈ પરબતભાઈ કરોતરા અને નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા: વોર્ડ નં 10 માં અલ્પાબેન રોહિતભાઈ કંઝારીયા, સોનલબેન પ્રફુલભાઈ બાવરવા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા: વોર્ડ નં 11 માં ભારતીબેન યુનીલાલ પરમાર, નીરૂપાબેન નિલેષભાઈ કાલરીયા, રવિન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા અને ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા: વોર્ડ નં 12 માં શીતલબેન સાગરભાઈ વઘાડીયા, મેઘાબેન દિપકભાઇ પોપટ, બ્રિજેશભાઇ આપાભાઇ કુંભરવાડીયા અને રિષિપભાઈ નારણભાઇ કૈલા: વોર્ડ નં 13 માં ગીતાબેન મનોજભાઈ સોલંકી,  જશવંતીબેન પ્રવિણભાઈ સોનગ્રા, ભાવિકકુમાર ભરતભાઇ જારીયા અને રાજેશભાઇ કાનજીભાઈ ડાભી નો સમાવેશ થાય છે.






Latest News