મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન


SHARE









મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન

મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં મહિલા તેના ઘરેથી બે બાળકોને લઈને નીકળી ગયેલ હતી અને એક જગ્યાએ કલાકોથી બેઠી હતી જેથી અભયમની ટીમને જાણ કરતાં ત્યાં અભયમની ટિમ પહોચી હતી અને ત્યાર બાદ મહિલાનું કાઉન્સલિંગ કરીને તેનું તેના પતિ સાથે મિલન કરાવ્યુ છે.

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિએ કોલ કર્યો હતો કે, એક અજાણી મહિલા તેમના બે બાળકો સાથે ઘણા સમયથી એકલા બેઠા છે જેથી તેમની મદદ માટે તાત્કાલિક 181 ટીમબ કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ પટેલ શીતલબેન તથા પાયલોટ રબારી વિરમભાઈ તાત્કાલિક ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચેલ હતા ત્યા હાજર સજજન વ્યક્તિએ કહ્યું હતું કે, આ મહિલા ઘણા સમયથી  તેમના બે બાળકો સાથે એકલા બેઠા છે ત્યારબાદ મહિલાને સંતાવના આપીને કાઉન્સિલિંગ કયું હતું ત્યારે મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, તેમના પતિ ઘરે હાજર ન હોવાથી અને સાસુ સાથે રકઝક થઈ હતી જેથી તેઓ પોતાના બે બાળકો લઈ ઘરેથી નીકળી ગયા હતા ત્યારબાદ મહિલાના પતિનું કાઉન્સલિંગ કર્યું હતું ત્યારે તેને જણાવ્યુ હતું કે, આજુબાજુના વિસ્તારમાં તેઓને પત્નીને શોધવા માટેનો પ્રયાસ કર્યો હતો જો કે, પત્તો લાગેલ ન હતો જેથી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપી હતી જો કે, હાલમાં મહિલાનું અભયમની ટીમે તેના પતિ સાથે મિલન કરવી દીધું છે.




Latest News