મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ


SHARE































મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ

દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે 135 મી જન્મ જયંતી નિમિત્તે ઠેર ઠેર જુદા જુદા કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મોરબીના વીસી ફાટકથી લઈને મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં વિશાળ સંખ્યામાં સમાજના યુવાનો, મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકો જોડાયા હતા અને જય ભીમના નારાથી મોરબીના માર્ગો ગુંજી ઉઠ્યા હતા

મોરબીમાં દર વર્ષે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે મોરબીમાં વીસી ફાટક પાસેથી ડો. બાબા સાહેબ જન્મ જયંતી નિમિત્તે રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોરબીના શક્તિ ચોક, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, શાક માર્કેટ ચોકમ હોસ્પિટલ ચોક થઈને આ રેલીને મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપીને પૂર્ણ કરવામાં આવી હતી અને આ સાથે રેલીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, ગૌતમ બુદ્ધની પ્રતિમા તથા ભીમા ગોરેગાવના આકર્ષક ફ્લોટ્સ રાખવામાં આવ્યા હતા. આ રેલીમાં મોરબી અનુસૂચિત જાતિ  સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા












Latest News